- રિલાયન્સ જિઓએ 'ઇમર્જન્સી ડેટા લોન' લોન્ચ કર્યું
- તાત્કાલિક પૈસા ચૂકવ્યા વિના રિચાર્જ કરવાની સુવિધા
- માય જિયો એપ્લિકેશન દ્વારા ઇમરજન્સી ડેટા લોન મેળવી શકાય છે
મુંબઈ: રિલાયન્સ જિઓએ 'ઇમર્જન્સી ડેટા લોન' લોન્ચ કર્યું છે. ઇમરજન્સી ડેટા લોન સુવિધા હેઠળ હાઇ સ્પીડ દૈનિક ડેટા ક્વોટા હેઠળ તાત્કાલિક પૈસા ચૂકવ્યા વિના રિચાર્જ કરવાની સુવિધા છે. આ ઓફર તે લોકો માટે ખૂબ ઉપયોગી છે જેમને ઇન્સ્ટન્ટ ડેટા રિચાર્જની જરૂર હોય છે, પરંતુ તે તરત જ ચૂકવણી કરી શકતા નથી. આ ઓફર અંતર્ગત જિઓ વપરાશકર્તાઓ હવે દૈનિક ક્વોટા સમાપ્ત થયા પછી દરેક 1 GBના 5 ઇમરજન્સી ડેટા લોન પેક મેળવી શકે છે. દરેક લોન પેકની કિંમત 11 રૂપિયા છે. માય જિયો એપ્લિકેશન દ્વારા ઇમરજન્સી ડેટા લોન મેળવી શકાય છે.
જિઓનો દાવો છે કે યુઝર્સ કોઈપણ હરકત વિના જબરદસ્ત ડેટા સ્પીડ મેળવી રહ્યા છે
સૂત્રો કહે છે કે, ઇમરજન્સી ડેટા લોન સુવિધાથી ગ્રાહકો કોઈપણ તકલીફ વિના ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકશે. તેમનું કહેવું છે કે, જિઓ સતત આ સાથે પ્રયોગ કરી રહ્યું છે અને સસ્તા દરો પર ડેટા ઓફરની શરૂઆત કરે છે. ગ્રાહકો માટે Jioની આવી ઓફરનો અનુભવ સારો રહ્યો છે. તેણે ડેટાની ક્ષમતા અને ગતિને બમણી કરવા માટે તાજેતરમાં નેટવર્કનો વિસ્તાર પણ કર્યો છે.
આ પણ વાંચો: Jioએ લોન્ચ કરી Emergency Data Loan Facility, વિગત જાણો