- જિયો, એરટેલ, વોડાફોન અને આઈડિયાએ સરકારને સ્પેક્ટ્રમની એડવાન્સ ચુકવણી કરી
- રિલાયન્સ જિઓએ આશરે 15,019 કરોડ રૂપિયાની એડવાન્સ ચુકવણી કરી
- ભારતી એરટેલે લગભગ 6,323 કરોડ રૂપિયા ચૂકવ્યા
નવી દિલ્હી: રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ તાજેતરની હરાજીમાં હસ્તગત સ્પેક્ટ્રમ માટે ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટને પ્રારંભિક ચુકવણી કરી છે. ઉદ્યોગના સૂત્રોએ ગુરુવારે આ બાબતની માહિતી આપી હતી.
ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટે આઠ તારીખે કર્યો હતો માગ-પત્ર જાહેર
ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટે 8 માર્ચના રોજ ઓપરેટરોને માગ-પત્ર જાહેર કર્યો હતો અને ગુરુવારના રોજ પ્રારંભિક ચુકવણી કરવાની છેલ્લી તારીખ હતી.
આ પણ વાંચો:આગામી વર્ષે ભારતમાં 5G સેવા શરૂ કરી શકે છે Jio, અંબાણીએ કહ્યું - ભારતને બનાવીશું 2G ફ્રી