- વૈશ્વિક શેર બજારની ઉથલપાથલની અસર ભારતીય શેર બજાર પર
- સોમવારે નબળી શરૂઆત સાથે નિફ્ટી 76.55 પોઈન્ટ ઘટ્યો
- સેન્સેક્સ 399.2 પોઈન્ટ તૂટીને 49,630.62ના સ્તરે ચાલી રહ્યો છે
અમદાવાદઃ સોમવારે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત ખૂબ જ નબળી થઈ હતી. સોમવારે નિફ્ટી 76.55 પોઈન્ટ (0.51)ના ઘટાડા સાથે 14,790.80ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે સેન્સેક્સ 399.2 પોઈન્ટ (0.80 ટકા) તૂટીને 49,630.62ના સ્તર પર ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃRBIની નાણાકીય સમીક્ષા આ અઠવાડિયાની શેર બજારની દિશા નક્કી કરશે
આ શેર પર રહેશે સૌની નજર
ભારતીય શેર બજારની શરૂઆત ભલે નબળી થઈ હોય. તેમ છતાં સોમવારે ADANI ENTERPRISES, DR REDDYS, મોલ, મલ્ટિપ્લેક્સ, હોટેલ અને IRCTC જેવા શેર પર સૌની નજર રહેશે. આ તમામ શેર સોમવારે સૌથી વધારે ચર્ચામાં રહેશે.
આ પણ વાંચોઃLPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો
ચીન, હોંગકોંગ, તાઈવાન અને યુરોપના તમામ બજાર બંધ રહેશે
વૈશ્વિક શેર બજારની વાત કરીએ તો DOW FUTURESમાં 200થી વધારે પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે S&P 500 પહેલી વાર 4,000ને પાર બંધ થયો હતો. નિક્કેઈમાં મજબૂતી જોવા મળી છે. આ સાથે સોમવારે ચીન, હોંગકોંગ, તાઈવાન અને યુરોપના તમામ બજાર બંધ રહેશે. DOWમાં જોરદાર તેજી જોવા મળી હતી. જ્યારે SGX NIFTY 84 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.77 ટકાની તેજી સાથે 30,084ની આસપાસ જોવા મળી રહ્યો છે.