ગુજરાત

gujarat

ETV Bharat / business

IL એન્ડ FS કૌભાંડઃ ઓડિટ કંપની ડેલૉઈટ પર શું પ્રતિબંધ લદાશે? - GujaratI Business News

મુંબઈઃ IL એન્ડ FS કૌભાંડમાં જોડાયેલા અધિકારીઓ પર સખતાઈ થવાની શરૂઆત થઈ છે. કેટલાક મહિનાઓ પહેલા આઈએલ એન્ડ એફએશમાં 91,000 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. આઈએલ એન્ડ એફએસમાં ઓડિટમાં ગરબડ કરવા પર કોર્પોરેટ અફેયર્સ મંત્રાલય ઓડિટ કંપની ડેલૉયટ પર પ્રતિબંધ લગાવી શકે છે.

IL એન્ડ FS કંપની

By

Published : Apr 29, 2019, 4:54 PM IST

ફાઈનાન્સિયલ એક્સપ્રેસ અનુસાર કોર્પોરેટ મંત્રાલય સેક્શન 140-5 હટાવીને પછી ડેલૉઈટ પર પ્રતિબંધ લગાવી શકે છે.

ગયા સપ્તાએ ડેલૉઈટના પૂર્વ સીઈઓની સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ એટલે કે SFIO એ આઈએલ એન્ડ એફએસના ઓડિટમાં થયેલી ગરબડ અંગે સવાલ જવાબ કર્યા હતા. હાલમાં જ એક વ્હિસલબ્લોઅરે SFIO ને એક પત્ર લખ્યો છે. જે પછી પૂછપરછમાં ઝડપ આવી છે. આઈએલ એન્ડ એફએસના ઓડિટમાં ગરબડ કરવા પર ડેલૉઈટ પર 5 વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. જો આમ થશે કો પ્રાઈઝ વૉટરહાઉસ પછી આ બીજી ઓડિટ કંપની હશે કે તેના પર કામકાજનો પ્રતિબંધ લાગશે. આ પહેલા આઈટી કંપની સત્યમના ઓડિટમાં ગરબડ થવા પર પ્રાઈઝ વોટરહાઉસના કામકાજ પર પ્રતિબંધ લાગ્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details