ગુજરાત

gujarat

ETV Bharat / business

સોના-ચાંદીની ચમક ઓછી થઇ, સોનના ભાવમાં 4.92 ટકાનો ઘટાડો

ઘરેલું વાયદા બજારમાં સોનું 10 ગ્રામ દીઠ 4000 રૂપિયાની વિક્રમજનક તૂટ્યું છે અને ચાંદી 70,000 રૂપિયા પ્રતિ કિલોની નીચે આવી ગયું છે. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર મંગળવારે રાતે 8.59 વાગ્યે સોનામાં ઓક્ટોબર વાયદાના અનુબંધમાં પાછલા સત્રથી 2701 રુપિયા એટલે કે 4.92 ટકાના ઘટાડા સાથે 52,245 રૂપિયા પ્રતિ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.

સોનુ
સોનુ

By

Published : Aug 12, 2020, 5:25 PM IST

મુંબઇ: રશિયામાં રસી તૈયાર થયાના સમાચારને કારણે સોના અને ચાંદીની ચમક ઓછી થઈ ગઈ છે. સોનામાં મંગળવારે લગભગ પાંચ ટકાનો ઘટાડો થયો હતો અને ચાંદીના ભાવમાં પણ સાત ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

શુક્રવારે એમસીએક્સ પર સોનામાં 10 ગ્રામ દીઠ રેકોર્ડ રૂપિયા 56,191 સુધી ઉછળ્યો હતો, ત્યારબાદ તે 10 ગ્રામ દીઠ રૂપિયા 4,169 કરતા વધુ ઘટ્યો છે.

તે જ સમયે, ચાંદીના સપ્ટેમ્બરની સમાપ્તિ કરારમાં છેલ્લા સત્રમાં 5,593 રુપિયા એટલે કે 7.42 ટકાના ઘટાડા સાથે, કિલો દીઠ રૂપિયા 69,801 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે ચાંદીમાં ટ્રેડિંગ દરમિયાન રૂપિયા 68,913 ના ઘટાડા સાથે કારોબાર થયો હતો.

ગયા શુક્રવારે એમસીએક્સ પર ચાંદીનો ભાવ કિલોદીઠ રૂપિયા 77949 પર પહોંચી ગયો હતો, ત્યારબાદ ચાંદીનો ભાવ અત્યાર સુધી પ્રતિ કિલો 9036 રૂપિયાથી વધુ ઘટ્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોવિડ -19 ની રસીને નિયમનકારી મંજૂરી આપવાનું કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની પુત્રીને પણ રસી આપવામાં આવી છે અને જરૂરી પરીક્ષણમાં રસી પાસ કરી ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details