રવિ પાકના ન્યૂનતમ સમર્થન કિંમતને મંજૂરી આપી છે. ઘઉંના સમર્થન કિંમતમાં 85 રૂપિયાનો વધારો કર્યો છે. આશરે 4.6 ટકા ઘઉંના ટેકાના ભાવમાં વધારો કરાયો છે. ઘઉંના ટેકાના ભાવ 1840 રૂપિયાથી વધીને 1925 રૂપિયા થયો છે. બાજરાના ટેકાના ભાવમાં પણ 85 રૂપિયા વધારો કર્યો છે. તેનાથી સરકારને વધારે 3000 કરોડ રૂપિયા ખર્ચ થશે.
દિવાળી અગાઉ ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, રવિ પાકના ટેકાના ભાવમાં 85 રૂપિયાનો વધારો - રવિ પાકમાં MSPમાં વધારો કરવાની સંભાવના
નવી દિલ્હી: મોદી સરકાર દિવાળી અગાઉ દેશના ખેડૂતોને મોટી ગીફ્ટ આપી છે. જેમાં રવી પાકમાં MSP આપવાની જાહેરાત કરી છે.દિવાળીથી પહેલા કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી છે. બુધવારે થનારી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં રવિ પાકના ન્યૂનતમ સમર્થન કિંમત એટલે એમએસપીમાં આપ્યો છે.
દિવાળી અગાઉ ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ,રવિ પાકમાં MSPમાં વધારો કરવાની સંભાવના
હાલમાં ઘઉંના ભાવ 1840 રૂપિયા છે જે 1925 રૂપિયા પર પહોંચી શકે છે. જ્યારે બાજરી 1440 રૂપિયા છે જે 1525 રૂપિયા પર પહોંચી શકે છે. હાલ રાઇનો ભાવ 4200 રૂપિયા છે જે 4425 રૂપિયા પહોંચી શકે છે. મસૂરની દાળ 4400 રૂપિયા છે 4425 રૂપિયા પહોંચી શકે છે. સનફ્લાવર 4945 રૂપિયાથી 5215 રૂપિયા પહોંચી શકે છે. ચણા 4620 રૂપિયાથી 4875 રૂપિયા થઇ શકે છે.
Last Updated : Oct 23, 2019, 4:36 PM IST