ગુજરાત

gujarat

ETV Bharat / business

પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂપિયા 1.20નો વધારો - ક્રુડ ઓઈલ

જાહેર ક્ષેત્રની તેલ માર્કેટીંગ કંપનીઓએ આપેલી માહિતી અનુસાર, દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત રૂપિયા 71.86થી વધીને 72.46 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. જ્યારે ડીઝલની કિંમત 69.99 રૂપિયાથી વધીને 70.59 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

આંતરરાષ્ટ્રૂીય બજાર
આંતરરાષ્ટ્રૂીય બજાર

By

Published : Jun 8, 2020, 4:23 PM IST

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સોમવારે સતત બીજા દિવસે 60 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ 83 દિવસના સમયગાળા બાદ કિંમતોની દૈનિક સમિક્ષા કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ પહેલા તેલ કંપનીઓને રવિવારે 83 દિવસના લાંબા સમયગાળા બાદ સમીક્ષા કરીને 60 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સતત બીજા દિવસે પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. એક તેલ કંપનીના અધિકારીએ જણાવ્યું કે, દૈનિક મુલ્ય સંશોધન ફરીથી શરૂ થઈ ગયા છે. તેલ કંપનીઓ ATF અને LPGની કિંમતની નિયમિત રૂપે સમિક્ષા કરી રહી હતી, પરંતું 16 માર્ચથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આંતરરાષ્ટ્રૂીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટાડાનો લાભ સામે સરકારે પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદન કિંમતમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. જે બાદ કિંમતોની સમિક્ષા કરવાની બંધ કરી હતી. જે બાદ સરકાર 6 મેના રોજ વધુ એકવાર પેટ્રોલની ઉત્પાદન કિંમતમાં 10 રૂપિયા અને ડીઝલમાં 13 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details