ગુજરાત

gujarat

ETV Bharat / business

નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં GSTની કુલ આવક રેકોર્ડ સ્તરે - Nal Sarovar Amdavad

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ મહિનામાં GSTના સારા સમાચાર આવ્યા છે. એપ્રિલ મહિનામાં GST કલેક્શન 1.13 લાખ કરોડ રૂપિયાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેની પહેલાના મહિનામાં એટલે કે માર્ચ, 2019માં GST કલેક્શન રૂપિયા 1.06 લાખ કરોડ થયું હતું.

GST

By

Published : May 1, 2019, 10:24 PM IST

નાણા મંત્રાલય દ્વારા અપાયેલી જાણકારી મુજબ, એપ્રિલ 2019માં GSTની કુલ આવક 1 કરોડ 13 લાખ 865 કરોડ રૂપિયા થઈ છે. જેમાં કેન્દ્રીય GST(સીજીએસટી)ની આવક 21,163 કરોડ, રાજ્ય GST(એસજીએસટી)ની આવક 28,801 કરોડ, એકિકૃત GSTની આવક 54,733 કરોડ અને સેસ કલેક્શન 9,168 કરોડ રૂપિયા રહ્યું છે.

જો વીતેલા વર્ષની સરખામણી કરીએ તો એપ્રિલ 2018ની તુલનાએ એપ્રિલ 2019માં GSTની આવકમાં 10.05 ટકાનો વધારો થયો છે. વીતેલા વર્ષે એપ્રિલ 2018માં GSTની આવક 1 લાખ 3 હજાર 459 કરોડ રહી હતી. અત્રે નોંધનીય છે કે, દેશમાં GST વ્યવસ્થા લાગુ થયા પછી પાછલા મહિને માર્ચ 2019માં GSTની કુલ આવક સૌથી ઊંચી રહી હતી.

ABOUT THE AUTHOR

...view details