ગુજરાત

gujarat

ETV Bharat / business

GST કાઉન્સિલ બેઠક: સામાન્ય લોકોને ઝટકો, મોંઘા થયા મોબાઇલ ફોન - જીએસટી કાઉન્સિલની બેઠક

જીએસટી કાઉન્સિલની યોજાયેલી બેઠકમાં મોબાઈલ પર જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, મોબાઈલ પર લાગતા જીએસટી દર 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. જેથી મોબાઈલ ફોન મોંઘા થશે છે.

GST કાઉન્સિલ બેઠક: સામાન્ય લોકોને ઝટકો, મોંઘા થયા મોબાઇલ ફોન
GST કાઉન્સિલ બેઠક: સામાન્ય લોકોને ઝટકો, મોંઘા થયા મોબાઇલ ફોન

By

Published : Mar 15, 2020, 10:58 PM IST

નવી દિલ્હીઃ આવનારા સમયમાં મોબાઇલ ફોન મોંઘા થઈ જશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોબાઇલ ફોન પર જીએસટી 12 ટકાથી વધારી 18 ટકા કરવામાં આવ્યો છે. આ પ્રમાણે મોબાઇલ ફોન પર ટેક્સમાં 6 ટકાનો વધારો થયો છે.

સ્પષ્ટ વાત છે કે મોબાઇલ ફોન ખરીદવો પહેલાના મુકાબલે હવે મોંઘો થઈ જશે. આ સામાન્ય લોકો માટે ઝટકાથી ઓછું નથી. કોરોના વાયરસને કારણે પહેલાથી જ તેની કિંમતોમાં વધારો થવાની આશંકા છે. મહત્વનું છે કે ચીનથી સપ્લાઈ પ્રભાવિત થવાને કારણે મોટા ભાગની બ્રાન્ડના મોબાઇલ ફોન મોંઘા થઈ રહ્યાં છે.

જીએસટી કાઉન્સિલની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન નાણાપ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું કે, જીએસટી નેટવર્કને વધુ સારૂ બનાવવામાં આવશે. તે માટે આઈટી કંપની ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીએ પ્રેઝન્ટેશન પણ આપ્યું છે.

GST કાઉન્સિલની બેઠક બાદ મીડિયા સાથે વાત કરવા દરમિયાન નિર્મલા સીતારમને કહ્યું કે, હવે બાકસ પર 12 ટકા જીએસટી લાગશે. પહેલા હાથથી બનાવવામાં આવેલી બાકસ પર 5 ટકા અને અન્ય પર 8 ટકા ટેક્સ લાગતો હતો. આ સાથે એરક્રાફ્ટ મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલ (MRO) સર્વિસ પર જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલાં તે 18 ટકાના સ્લેબમાં હતું, જે હવે ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સિલે આ નિર્ણય ભારતમાં MRO સર્વિસને પ્રોત્સાહન આપવાના ઇરાદાથી લીધો છે.

ABOUT THE AUTHOR

...view details