ગુજરાત

gujarat

ETV Bharat / business

15 ટકાથી ઓછા માર્કેટ શેર ધરાવતી ટેલિકોમ કંપનીને ન્યૂનતમ ફીમાંથી મુક્તિ આપવામાં આવશે - સરેરાશ ઉદ્યોગ

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના (ટ્રાઈ) આંકડા મુજબ ભારત સંચાર નિગમ લિમીટેડ (બીએસએનએલ) સમગ્ર દેશમાં મોબાઈલ ગ્રાહકોના આધાર પર બજારમાં માર્કેટ શેર અંદાજે 10.3 ટકા છે. કંપની દિલ્હી અને મુંબઈ સર્કિલને છોડી સમગ્ર દેશમાં સેવા આપે છે.

ETV BHARAT
ETV BHARAT

By

Published : Mar 8, 2020, 8:58 PM IST

નવી દિલ્હા: ટેલીકોમ રેગ્યુલેટરી એથોરિટી ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર ભારત સંચાર નિગમ લિમીટેડનો સમગ્ર દેશમાં મોબાઈલ ગ્રાહકોના આધાર પર માર્કેટ શેર અંદાજે 10.3 ટકા છે. કંપની દિલ્હી અને મુંબઈ સર્કિલને છોડી સમગ્ર દેશમાં સેવા આપે છે. દિલ્હી અને મુંબઈમાં મહાનગર ટેલિકોમ લિમીટેડ કામ કરે છે અને તેમના માર્કેટ શેર 0.29 ટકા છે.

આંકડા અનુસાર રિલાયન્સ જિયો 32.1 ટકા માર્કેટ શેર સાથે સૌથી આગળ છે. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાની બજારમાં ભાગેદારી ક્રમશ : 28:43 ટકા અને 28.49 ટકા છે.

કંપનીઓ મફત અને ખુબ ઓછા પૈસામાં સેવાઓ આપી રહી છે. આ કારણે કેટલીક કંપનીઓ તેમનો કારોબારને બંધ કરવાનો વારો આવ્યો છે. જાહેર ક્ષેત્રની કંપનીઓએ કહ્યું હતું કે, તાજેતરમાં ઓપરેટરોએ ફીમાં વધારો કર્યો છે, તેમ છતાં તેઓ તેમના ગ્રાહકોને રોકાયેલા રાખવા માટે એકબીજાથી સંશોધિત છે.

ફીમાં વધારો થયો હોવા છતાં, ગ્રાહક દીઠ સરેરાશ આવક (ARPU)Average revenue per user સ્તર લાંબા ગાળે ટકાવી રાખવા માટે જરૂરી સ્તર કરતા ઓછું છે. બંને કંપનીઓએ સરેરાશ ઉદ્યોગના ખર્ચના આધારે ન્યૂનતમ ભાવ નક્કી કરવાનું સમર્થન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details