ગુજરાત

gujarat

ETV Bharat / business

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ડોલરની સામે રૂપિયમાં આવી મજબૂતી - price

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાને કારણે સ્થાનિક ચલણ મજબૂત થયું છે. ડોલર સામે રૂપિયો શુક્રવારના રોજ ગયા સત્રમાં 11 પૈસા વધીને 69.76 પર વધીને 69.79 ની સપાટીએ બંધ રહ્યો હતો. છેલ્લા સત્રમાં સ્થાનિક ચલણ 69.87 પર બંધ થયું હતું.

dollar

By

Published : May 31, 2019, 7:06 PM IST

કરન્સી બજાર વિશ્લેષક જણાવે છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ઘટાડો તેમજ સ્થાનિક બજારમાં સતત રહેલી તેજીને કારણે રૂપિયાને ટેકો મળી રહ્યો છે.

તો બીજી બાજુ વિશ્વની 6 મુખ્ય કરન્સી સામે ડોલરની તાકાત સૂચક ડોલરની મજબૂતાઈમાં સતત ત્રણ દિવસ બાદ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, ડોલર ઇન્ડેક્સ હજુ પણ 98ના સ્તરથી ઉપર નોંધાયેલો છે. ડોલર ઈન્ડેક્સ છેલ્લા સત્રથી 0.03 ટકાના ઘટાડા સાથે 98.028 નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details