નવી દિલ્હીઃ એક બાજુ કોરોનાને કારણે લાગેલા લોકડાઉને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, ત્યારે હવે ઇંધણની કિંમતોએ પણ લોકોનું જીવવું મુશ્કેલ કર્યું છે. જનતાને મોંઘવારીથી રાહત મળવાની થોડી પણ આશા દેખાઇ રહી નથી.
બુધવારે પેટ્રોલની કિંમતોમાં કોઇ ફેરફાર થયો નથી, પરંતુ ડીઝલના ભાવ જરુરથી વધ્યા છે. એવું પહેલીવાર બન્યું છે, જ્યારે પેટ્રોલના ભાવ કરતા ડીઝલના ભાવ વધ્યા છે. ગત્ત 18 દિવસોમાં ડીઝલના ભાવમાં 10.48 રુપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલ પણ 8.50 રુપિયા મોંઘુ થયું છે.
દિલ્હીમાં પેટ્રોલ વગર કોઇ વૃદ્ધિના 79.76 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 0.48 રુપિયાના વધારા સાથે 79.88 રુપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દેશભરમાં 7 જૂનથી સતત વધી રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને 79.76 રુપિયા પ્રતિ લીટર થઇ હતી. તેવી જ રીતે ડીઝલના ભાવ 79.40 રુપિયા પ્રતિ લીટર થયા હતા.