કાર્યકાળના વધારાથી આયોગને 2020-2026ના સમયગાળા માટે પોતાની ભલામણોને અંતિમ રૂપ આપવા માટે સુધારાઓ અને નવી વાસ્તવિકતાઓને જોતા નાણાકીય અંદાજો માટેના વિવિધ અનુમાનોની તપાસ માટે સક્ષમ કરાશે.
કેબિનેટે 15માં નાણાં પંચનો અવધિકાળ 30 ઓક્ટોબર 2020 સુધી લંબાવ્યો - નાણાં પંચનો અવધિ કાળ 30 ઓક્ટોબર 2020 સુધી લંબાયો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી મંડળે બુધવારે પ્રથમ રિપોર્ટ રજૂ કરવા માટે 15માં નાણાં પંચને મંજૂરી આપી દીધી છે. એ સાથે જ કેબિનેટે 15માં નાણાં પંચનો અવધિકાળ 30 ઓક્ટોબર 2020 સુધી લંબાવ્યો છે.

15th finance commission
1 એપ્રિલ 2021ની ઉપર આયોગ માટે 5 વર્ષનું કવરેજ ઉપલબ્ધ કરવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર બંન્નેના મધ્યમ અને લાંબાગાળાની અવધિ માટે નાણાકીય યોજનાઓને ડિઝાઈન કરવા અને આ મિડ-કોર્સ મૂલ્યાંકન અને સુધારણા માટે પૂરતો સમય આપવામાં મદદ મળશે.