નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 16 નવેમ્બરના રોજ ફૂડ એન્ડ કન્ઝ્યુમર બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને જાહેરાત કરી હતી કે તે એમએમટીસી દ્વારા એક લાખ ટન ડુંગળીની આયાત કરશે. વિવિધ પગલાઓ લીધા પછી પણ ડુંગળીના ભાવ અંકુશમાં ન આવતા સરકારે અંતે ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં દેશમાં એક કીલો ડુંગળીનો ભાવ 60 રૂપિયાથી વધુ છે. સરકાર રાજ્ય દ્વારા સંચાલિત MMTCના માધ્યમથી 1,00,000 ટન ડુંગળીનું આયાત કરશે.
કેબિનેટે 1.2 લાખ ટન ડુંગળીના આયાતને આપી મંજૂરી: નાણાપ્રધાન - કેબિનેટ બેઠક
નવી દિલ્હી:દેશમાં ડુંગળીના વધી રહેલા ભાવને અંકુશમાં રાખવા પુરવઠો વધારવા માટે 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.

file photo
૧૫ નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં ડુંગળીનો સરેરાશ રીટેલ ભાવ 60.38 રૂપિયા હતો. જે ગયા વર્ષે સમાન ગાળામાં ૨૨.૮૪ રૂપિયા હતો. ૨૦૧૯-૨૦ની ખરીફ સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન 26 ટકા ઘટીને 52.06 લાખ ટન રહ્યું હતું.