તેના માટે GST નેટવર્કે IT પ્રણાલી સ્થાપિત કરી છે. આ પ્રણાલી અનુસાર નિર્ધારિત સમયગાળામાં રીટર્ન નહી ભરનારી કંપનીઓને ઈ-વે બિલ જનરેટ કરવા પર પ્રતિબંધ મુકાઈ ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે, આ પગલાથી GST ચોરી રોકવામાં મદદ મળશે. આપને જણાવી દઈએ કે, વીતેલા નાણાકીય વર્ષના એપ્રિલ-ડીસેમ્બરના સમયગાળામાં GST ચોરી અથવા તેનું ઉલ્લંઘનના 15,278 કરોડ રૂપિયાના 3,626 કેસ સામે આવ્યા હતા.
GSTના ઈ-વે બિલ નિયમોમાં મોટા ફેરફારો, વેપારીઓ પર કડકાઈ વધશે - GST
નવી દિલ્હી: સતત બે મહિના સુધી GST રીટર્ન નહી ભરનારા વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. નાણા મંત્રાલયે જણાવ્યું છે કે, રીટર્ન નહી ભરનારા વેપારીઓ 21 જૂનથી માલ કે પરિવહન માટે ઈ-વે બિલ જનરેટ નહી કરી શકે. GST કમ્પોઝિશન યોજના અનુસાર કંપનીઓ સતત બે વખત(છ મહિને) રીટર્ન દાખલ નહી કરે તો તે પણ ઈ-વે બિલ નહી કાઢી શકે.
કેન્દ્રીય ઈનડાયરેક્ટ ટેક્સ બોર્ડ(CBIC)એ આ મામલે નોટિફિકેશન ઈસ્યૂ કરીને 21 જૂન, 2019ની તારીખ જાહેર કરી દીધી છે. આ નોટિફિકેશન અનુસાર GST નિયમો અંતગર્ત આ સમયગાળામાં રીટર્ન દાખલ ન થયું તો માલ મોકલનાર, માલ લેનાર, ઈ કોમર્સ પરિચાલક અને કુરિયર એજન્સી પર ઈલેક્ટ્રોનિક વે અથવા ઈ બિલ કાઢવા પર પ્રતિબંધ રહેશે. નિયમો અનુસાર કેમ્પોઝીશન સ્કીમવાળા કરદાતા અથવા તો બે સતત ટેક્સ સમયગાળા દરમિયાન રીટર્ન દાખલ ન કર્યું હોય તો નિયમિત કરદાતા સતત બે વખત રીટર્ન જમા નહી કરાવે તો તે ઈ-વે બિલ કાઢી શકશે નહી, તેના પર પ્રતિબંધ લાગી જશે.
હાલમાં GST વ્યવસ્થા અનુસાર કંપનીઓને આગામી મહિનાની 20 તારીખ સુધી પાછળા મહિનાનું રીટર્ન દાખલ કરવાનું હોય છે. તેમજ કમ્પોઝીશન સ્કીમનો વિકલ્પ પંસદ કરનારા વેપારીઓએ ત્રણ મહિનાને અંતે આગળના મહિનીની 18 તારીખ સુધી રીટર્ન ફાઈલ કરવાનું આવે છે.