ગુજરાત

gujarat

ETV Bharat / business

બેન્કિંગ ક્ષેત્રમાં ઘટાડો થતા સેન્સેક્સ 297 અંક ઘટ્યો - રિલાયન્સ જિયો

મુંબઇ : શેરબજારમાં દિવસના અંતે પણ કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −297.55 અંક એટલે કે 0.78 ટકા ઘટીને 37,880.40 પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી-78.75 પોઈન્ટના ઘટાડા સાથે 11,234.55 પર બંધ રહી છે.

બેન્કિંગ ક્ષેત્રમાં ઘટાડો થતા સેન્સેક્સ 297 અંક ઘટ્યો

By

Published : Oct 10, 2019, 6:01 PM IST


બુધવારે રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે કોઈ અન્ય કંપનીના નેટવર્ક પર કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ વસુલવાની જાહેરાત કર્યા બાદ આજે જિયોની પ્રતિસ્પર્ધી ટેલિકોમ કંપનીઓના શેરમાં જબરજસ્તી તેજી જોવા મળી રહી છે. ભારતી એરટેલનો શેર 5.05 ટકા વધી 377 રૂપિયા પર બંધ થયો હતો.નબળી શરૂઆતના કારણે BSE ઇન્ડેક્સ સેન્સેક્સ છેલ્લે 297.55 પોઇન્ડ પર બંધ થયો.આ સિવાય યસ બેન્ક, એસબીઆઈ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યસ બેન્ક 3.13 ટકા ઘટી 41 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ 2.36 ટકા ઘટી 254 રૂપિયા પર કારોબારી કરી રહ્યો છે.

બેન્કિંગ ક્ષેત્રમાં ઘટાડો થતા સેન્સેક્સ 297 અંક ઘટ્યો
બેન્કિંગ ક્ષેત્રમાં ઘટાડો થતા સેન્સેક્સ 297 અંક ઘટ્યો

ABOUT THE AUTHOR

...view details