ન્યૂઝડેસ્ક : છેલ્લા કેટલાક કલાકોમાં પ્રકાશિત એક વિડિઓમાં આ જાહેરાત સી.ઈ.ઓ ટિમ કૂકે ટ્વિટર પર કરી હતી. મેનેજરે એ પણ જાહેરાત કરી કે કંપનીએ વિશ્વભરમાંથી 2 કરોડથી વધુ માસ્ક ખરીદ્યા છે, અને જ્યાં માસ્કની સૌથી વધુ જરૂરીયાત છે ત્યાં દાન આપવા માટે સરકારો સાથે કામ કરી રહ્યું છે.
એપલ કંપનીએ બનાવ્યા ડોકટર્સ માટે માસ્ક - corona virus
એપલે આરોગ્ય સંભાળ વ્યવસાયિકો માટે સપ્તાહમાં એક મિલિયનના દરે સ્પષ્ટ રક્ષણાત્મક માસ્કનું ઉત્પાદન શરૂ કર્યું છે.
એપલ કંપનીએ બનાવ્યા ડોકટરો માટે વિઝર્સ (માસ્ક )
કૂકે આ અંગે સમજાવતા જણાવ્યુ હતુ કે રક્ષણાત્મક વિઝર્સ(નકાબ),એપલના કર્મચારીઓ (ડિઝાઇનર્સ અને એન્જિનિયરોથી લઈને પેકેજિંગ કામદારો સુધીના) અને કંપનીના ચાઇનીઝ સપ્લાયર વચ્ચેના જોડાણનું પરિણામ છે, જેના પગલે ડિઝાઇન, ઉત્પાદન અને 100 નંગના સપાટ પેકમાં શિપિંગ કરવામાં આવ્યું છે.