ગુજરાત

gujarat

ETV Bharat / business

એરટેલે વ્યવસાયીઓ માટે રજૂ કર્યું "ઘરેથી કામનું સમાધાન" - વર્ક ફ્રોમ હોમ

ભારતીય એરટેલ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, એરટેલ દ્વારા વર્ક @ હોમ (વર્ક ફ્રોમ હોમ) કરતા કર્મચારીઓને ઈન્ટરનેટ કનેક્ટિવિટી દ્વારા 'ઘરે ઓફિસ જેવો અનુભવ' થાય છે. આ સિવાય કંપની સપોર્ટ સિસ્ટમ્સ અને સાયબર સિક્યુરિટી જેવી ફેસિલિટી પણ આપી રહી છે.

airtel
airtel

By

Published : May 19, 2020, 10:46 AM IST

નવી દિલ્હી: એરટેલ બિઝનેસે વિવિધ ક્ષેત્રના એકમો માટે સોમવારે વર્ક @ હોમ(વર્ક ફ્રોમ હોમ) સોલ્યુશન રજૂ કર્યું હતું. કંપનીની આ ઓફર કર્મચારીઓને તેમના ઘરેથી ઓફિસનું કામ સલામત રીતે કરવામાં મદદ કરશે. એરટેલ બિઝનેસ એ ભારતી એરટેલના વ્યવસાયો(બી2બી)ની સર્વિસ આર્મ છે.

એરટેલ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, વર્ક @ હોમ(વર્ક ફ્રોમ હોમ) કરતા કર્મચારીઓને ઈન્ટરનેટ કનેક્ટિવિટી દ્વારા 'ઘરે ઓફિસ જેવો અનુભવ' આપે છે. આ સિવાય કંપની સપોર્ટ સિસ્ટમ્સ અને સાયબર સિક્યુરિટી જેવી ફેસીલીટી પણ આપી રહી છે.

એરટેલ બિઝનેસના ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય ચિત્કારાએ જણાવ્યું હતું કે, આ અભૂતપૂર્વ સમય છે, અને વ્યવસાયિક એકમો કામ કરવાની નવી રીત અપનાવી રહ્યા છે. વર્ક @ હોમ કંપનીની B2B ગ્રાહકો માટે નવીન ઓફર છે. આ સોલ્યુશન વ્યવસાયિક એકમોને તેમના કર્મચારીઓને સશક્ષમ બનાવવા તેમજ સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને ડિજિટલ ઉપકરણો આપવામાં મદદ કરશે.

ABOUT THE AUTHOR

...view details