- કોરિયાની નંબર 2 કાર ઉત્પાદક કિયાએ ઇલેક્ટ્રિક કાર EV6નું લૉન્ચિંગ કર્યું
- ઇકો ફ્રેન્ડલી મૉડલનું પ્રમાણ 2030 સુધીમાં કુલ વેચાણના 40 ટકા કરશે
- ફક્ત 18 મિનિટમાં 80 ટકા જેટલી બેટરી ચાર્જ કરવાની ક્ષમતા પણ ધરાવે છે
સિયોલ:ઍલન મસ્ક દ્વારા સંચાલિત ટેસ્લાને ટક્કર આપતી દક્ષિણ કોરિયાની નંબર 2 કાર ઉત્પાદક કિયાએ મંગળવારે તેની ઇલેક્ટ્રિક કાર EV6નું લૉન્ચિંગ કર્યું હતું, જેમાં, આ કંપનીનું પહેલું ઓલ-ઇલેક્ટ્રિક મૉડલ છે. જે એક જ ચાર્જ પર 500 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરી શકે છે.
આ પણ વાંચો: EV6 કિઆની પહેલી ઓલ-ઇલેક્ટ્રિક કારની ખાસિયત
E-GMP ના આધારે ક્રોસઓવર EV6નું પ્રદર્શન
EV6ની કિંમત ટેસ્લાની એન્ટ્રી લેવલ ઑલ-ઇલેક્ટ્રિક સેડાન જેવી જ 4.5 કરોડથી 5.5 કરોડ વૉન (40,000 અને, 48,500 ડૉલર) ની છે. ઑનલાઇન વર્લ્ડ પ્રીમિયર ઇવેન્ટમાં, દક્ષિણ કોરિયાના નંબરના 2 કાર ઉત્પાદકે ગયા મહિનામાં હ્યુન્ડાઇ અયોનિક 5 માટે વપરાયેલી તેની સમાન કંપની હ્યુન્ડાઇ મોટર ગ્રુપના ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) ના આધારે તેના ક્રોસઓવર EV6નું પ્રદર્શન કર્યું છે.