ગુજરાત

gujarat

ETV Bharat / business

Yes Bankમાં રોકાણ કરનાર પળભરમાં બન્યા માલામાલ, શેરમાં આવ્યો 35 ટકાનો ઉછાળો - Yes Bankમાં રોકાણ કરનાર પળભરમાં બન્યા થયા માલામાલ

મુંબઇ: પ્રાઇવેટ સેક્ટરની બેંક Yes Bank ને લઇને મોટા સમાચાર આવ્યા છે. બેંકોને હોંગકોંગની કંપનીમાંથી લગભગ 8,520 કરોડ રૂપિયાનું રોકાણ ઓફર મળી છે. આ સમાચાર બાદ બેંક ના શેરમાં 35 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સાથે જ કેટલીક મિનિટોમાં બેંકોનો માર્કેટ કેપ 4,500 રૂપિયા વધી ગયો. આ એક કલાકમાં 14,455 કરોડ રૂપિયાથી વધીને 19 કરોડ રૂપિયાના નજીક પહોંચી ગયો છે. તેના પર એક્સપર્ટ્સનું કહેવું છે કે જો કોઇની પાસે યસ બેંકના શેર છે તો તેને કેટલા શેરોમાં મુનાફાવસૂલી કરી લેવી જોઇએ. હાલના સ્તર પરથી નવું રોકાણ પણ કરવામાં આવી શકે છે.

Yes Bankમાં રોકાણ કરનાર પળભરમાં બન્યા થયા માલામાલ, શેરમાં આવ્યો 35 ટકાનો ઉછાળો

By

Published : Nov 1, 2019, 3:54 AM IST

Updated : Nov 1, 2019, 6:42 AM IST

પ્રાઈવેટ સેક્ટરની બૅન્ક Yes Bankને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બૅન્કને હોંગકોંગ કંપની તરફથી 8520 કરોડ રૂપિયાની ઈન્વેસ્ટમેન્ટ ઓફર મળી છે. આ સમાચાર બાદ બૅન્કના શેરમાં 35 ટકા ઉછાળો આવ્યો છે. જેને લઈ થોડી જ મિનીટોમાં બૅન્કનું માર્કેટ કેપ 4500 કરોડ રૂપિયા વધી ગયું છે. આ માત્ર એક કલાકમાં 14455 કરોડ રૂપિયાથી વધી 19 હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું હતું. આ મુદ્દે એક્સપર્ટનું કહેવું છે કે, જો કોઈ પાસે યશ બૅન્કના શેર છે તો તેણે શેરમાં નફાની વસુલી કરી લેવી જોઈએ. હાલના સ્તરથી નવું રોકાણ પણ કરી શકાય છે.

કેમ આવી શેરમાં તેજી - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોંગકોંગની કંપની SPGP તરફથી 120 કરોડ ડોલર (લગભગ 8520 કરોડ રૂપિયા)ની ઈન્વેસ્ટમેન્ટની ઓફર મળી છે. BSE ને આપવામાં આવેલી જાણકારીમાં બતાવવામાં આવ્યું છે કે, યશ બૅન્કમાં રોકાણને લઈ ઘણી કંપનીઓએ પોતાનું વલણ દેખાડ્યું છે. આ સિવાય એક મોટી કંપની તરફથી યશ બૅન્કને બાઈડિંગ ઓફર પણ મળી છે. આ સમાચાર બાદ યસ બૅન્કના શેરમાં તેજી આવી છે.

હોંગકોંગની કંપની SPGP દ્વારા 120 કરોડ ડોલર (લગભગ 8,520 કરોડ રૂપિયા)નું રોકાણની ઓફર મળી છે. BSE ને આપવામાં આવેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે યસ બેંકમાં રોકાણને લઇને કંપનીઓએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તો બીજી તરફ એક મોટી કંપની પાસેથી યસ બેંકને બાઇડિંગ ઓફર પણ મળી છે. આ સમાચાર કંપનીના શેરોમાં તેજી આવી છે. બેંકનો માર્કેટ કેપ વધીને 18 હજાર કરોડ રૂપિયાનો થઇ ગયો છે.

યસ બેંક સાથે પૈસાને લઇને મોટી પરેશાની હતી. જો બેંકોને 18,520 કરોડ રૂપિયાની રકમ મળી જાય છે તો બેંકનું સૌથી મોટું ટેન્શન દૂર થઇ જશે. એવામાં બેંકના શેરમાં અને તેજી આવવાની આશા છે.વીએમ પોર્ટફોલિયોના રિસર્ચ હેડ વિવેક મિત્તલે જણાવ્યું કે, યશ બૅન્ક સાથે સૌથી મોટી પરેશાની પૈસાને લઈને હતી. હવે જો બૅન્કને 8520 કરોડ રૂપિયાની રકમ મળી જાય છે તો, બૅન્કનું સૌથી મોટુ ટેન્શન દુર થઈ જશે. એવામાં બેન્કના શેરમાં વધુ તેજી આવવાની આશા છે.

તમને જણાવી દઈએ કે, લગભગ 15 વર્ષ પહેલા શરૂ થયેલી યશ બૅન્ક સંકટમાં પસાર થઈ રહી છે. માત્ર એક વર્ષમાં યશ બૅન્કના રોકાણકારોએ 90 ટકાથી વધારેનું નુકશાન સહન કર્યું છે. તેના શેર પણ 400 રૂપિયાથી નીચે આવી 40 રૂપિયાના સ્તર પર આવી ગયા હતા. આ દરમિયાન બેન્કના માર્કેટ કેપમાં પણ 70 હજાર કરોડ રૂપિયાથી વધારે ઘટાડો નોંધાયો છે.

Last Updated : Nov 1, 2019, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details