ગુજરાત

gujarat

ETV Bharat / business

દિવાળી પહેલા કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ લાવ્યા 'આત્મનિર્ભર 3.0' - વન નેશન વન રાશન કાર્ડ

દિવાળીને હવે માત્ર બે જ દિવસ બાકી છે. કોરોના કાળમાં વધતી આર્થિક તંગીથી રાહત આપવા માટે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વધુ એક રાહત પેકેજ લઈને આવ્યા છે. જુઓ શું છે ખાસ.

દિવાળી પહેલા કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ લાવ્યા 'આત્મનિર્ભર 3.0'
દિવાળી પહેલા કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ લાવ્યા 'આત્મનિર્ભર 3.0'

By

Published : Nov 12, 2020, 5:14 PM IST

  • કેન્દ્રીય નાણા પ્રધાન લાવ્યા રાહત પેકેજ
  • આત્મનિર્ભર ભારત અભિયાનનું રિપોર્ટ કાર્ડ
  • કોને થશે કેટલો ફાયદો, જાણો આ અહેવાલમાં

નવી દિલ્હીઃ દિવાળીને હવે માત્ર બે જ દિવસ બાકી છે. કોરોના કાળમાં વધતી આર્થિક તંગીથી રાહત આપવા માટે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વધુ એક રાહત પેકેજ લઈને આવ્યા છે. જુઓ શું છે ખાસ.

નાણા પ્રધાનની મુખ્ય વાતોઃ

  • આર્થિક પેકેજ હેઠળ નવી ઘોષણા કરીશું
  • કોરોનાના કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો
  • જીએસટી કલેક્શનમાં થયો વધારો
  • અર્થવ્યવસ્થામાં સારી રિકવરી જોવા મળી
  • શેર બજાર રેકોર્ડ સ્તર પર પહોંચ્યું
  • વીજળીનો વપરાશ 12 ટકા વધ્યો

નાણા પ્રધાને રજૂ કર્યું આત્મનિર્ભર ભારત અભિયાનનું રિપોર્ટ કાર્ડ

  • વન નેશન વન રાશન કાર્ડથી 68.6 કરોડ લાભાર્થીઓને થયો લાભ
  • 28 રાજ્યો અન સંઘીય રાજ્યોમાં પ્રતિમાસ 1.5 કરોડની લેવડદેવડ
  • 26.62 લાખ શેરી વિક્રેતાઓને લોન આવેદન આપવામાં આવ્યા
  • 13.8 લાખ સેરી વિક્રેતાઓની લોન મંજૂર કરવામાં આવી
  • પ્રવાસી મજૂરોને રાહત આપવા માટે બનાવવામાં આવ્યું પોર્ટલ
  • 2.5 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળ્યો
  • મત્સ્ય સંપદા યોજના હેઠળ 1,681 કરોડ રૂપિયા ફાળવાયા
  • નાબાર્ડ દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યા રૂ. 25 હજાર કરોડ
  • 17 રાજ્યોમાં ડિસ્કોમને આપવામાં આવ્યા રૂ. 1.18 લાખ કરોડ
  • 11 રાજ્યોને રૂ. 3621 કરોડ વ્યાજ રહિત ઉધાર આપવામાં આવ્યા
  • એનબીએફસીને રૂ. 7227 કરોડ ફાળવવામાં આવ્યા
  • રૂ. 1.32 લાખ કરોડ આવક ઈન્કમ ટેક્સ રિટર્ન જાહેર કરાયા

આત્મનિર્ભર ભારત 3.0

  • આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની ઘોષણા
  • 1 ઓક્ટોબરથી લાગુ થઈ રોજગાર યોજના
  • માર્ચ-સપ્ટેમ્બર વચ્ચે નોકરી ગુમાવનારાઓને થયો ફાયદો
  • નવા તમામ કર્મચારીઓ ઈપીએફઓ હેઠળ આવશે
  • નવા તમામ કર્મચારીઓ બે વર્ષ સુધી રક્ષિત રહેશે
  • 15 હજારથી ઓછા પગારવાળા કર્મચારીઓ હશે લાભાર્થી
  • કંપનીઓને નવા કર્મચારીની ભરતી પર મળશે PFનો લાભ
  • કેન્દ્ર સરકાર નિભાવશે પ્રોવિડન્ટ ફંડનો ભાર
  • ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી યોજના હવે 31 માર્ચ 2021 સુધી લાગુ
  • ઈસીએલજીએસ એક સંપૂર્ણ ગેરન્ટી અને કોલેટરલ મુક્ત લોન યોજના
  • ઈસીએલજીએસ 2.0 માં 5 વર્ષની વધારાની ક્રેડિટ યોજના
  • 1.46 લાખ કરોડ રૂપિયાની પીએલઆઈ યોજના
  • પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે વધારાના રૂ. 18 હજાર કરોડ
  • 78 લાખ રોજગાર ઉત્પન્ન થવાનું અનુમાન
  • પ્રદર્શન સંરક્ષણ 5 ટકાથી ઘટાડીને 3 ટકા
  • નિર્માણકર્તા અને ઘર ખરીદનારાને મળશે ટેક્સમાં છૂટ
  • ખેડૂતોને ફર્ટિલાઈઝર પર રૂ. 65 હજાર કરોડની સબસિડી

ABOUT THE AUTHOR

...view details