મુંબઈઃ ગુરૂવારે જાહેર થનાર ભારતીય રિઝર્વ બેન્કની નીતિની જાહેરાતને લઈ અર્થશાસ્ત્રીમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કારણ કે, આ વર્ષે રિઝર્વ બેન્કની કામગીરી ઘણી અઘરી સાબિત થનારી છે.
RBI મોનિટરી પોલીસીઃ રિઝર્વ બેંક માટે કપરી હાલત - રેપોરેટ કટ
RBIની છ સભ્યોવાળી નાણાંકીય સમિતિનું કાર્ય દિવસેને દિવસે અઘરું થઈ રહ્યું છે. કારણ કે, કેન્દ્ર સરકારની આવક સરખાણીએ જાવકમાં મોટું અંતર છે, તો બીજી તરફ વધતી ખરીદ કિંમત આ અંતરને વધારવાનું કામ કરી રહી છે. જેના પગલે ફેબ્રુઆરી અને માર્ચ માટેનો રેપોરેટ જાહેર કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની આવક કરતાં ખર્ચ વધુ છે. આ સાથે જ ખરીદ કિંમતમાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે. જેથી નાણાંકીય સમિતિને આર્થિક નીતિ અંગે નિર્ણય લેવા માટે અઘરા થઈ પડ્યાં છે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રાજકોષીય ખોટને ઘરેલું ઉત્પાદન (DDP) 3.8 ટકા સુધી વધવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ પહેલા તે 3.3 ટકા હતી.
ઉલ્લેખીનીય છે કે, ડિસેમ્બરમાં ડુંગળી અને ટામેટાના ભાવમાં વધાવાથી ફુગાવાનો દર 7.3 સુધી પહોંચ્યો હતો. આ આંકડો RBIની રાહત મર્યાદા બહાર 6થી 1.3 ટકા વધુ છે. HDFC બેન્કના અર્થશાસ્ત્રીઓના એક અહેવાલમાં પ્રમાણે, "બજેટની જાહેરાતો ફુગાવાનો સ્વભાવ નથી, તેથી રિઝર્વ બેંક જૂનની સમીક્ષામાં દર ઘટાડી શકે છે." MPC દર બે મહિને રેપોરેટની સમીક્ષા કરે છે. આ જ ક્રમમાં, ફેબ્રુઆરી અને માર્ચ માટેનો રેપોરેટ ગુરુવારે જાહેર કરવામાં આવશે.