નવી દિલ્હી: કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે કહ્યું કે, ઓપરેશન ગ્રીનનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને હવે તેમાં ફળો અને શાકભાજી ઉપરાંત ટામેટાં, ડુંગળી અને બટાટા પણ સામેલ કરવામાં આવશે. આ યોજના હેઠળ 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઓપરેશન ગ્રીન વિસ્તરણમાં ફળો અને શાકભાજી સામેલ: નાણાંપ્રધાન
કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે કહ્યું કે, ઓપરેશન ગ્રીનનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને હવે તેમાં ટામેટાં, ડુંગળી અને બટાટા અને અન્ય ફળો અને શાકભાજીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ યોજના હેઠળ 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ે્ન
આ પહેલાં આ યોજના હેઠળ ટામેટાં, બટાટા અને ડુંગળી જ હતાં, પરંતુ હવે બીજા બધા ફળો અને શાકભાજી પર લાગુ કરવામાં આવશે. સીતારામણે એમ પણ કહ્યું કે, આ યોજનાના અપેક્ષિત પરિણામોથી ગ્રાહકો માટે ભાવની વધુ સારી અનુભૂતિ થશે અને ગ્રાહકો માટે ઉત્પાદનોની વહન ક્ષમતામાં સુધારો થશે.
યોજનાની વિશેષતાઓ:
- સરપ્લસ-ડેફિસિટ બજારોમાં પરિવહન પર 50 ટકા અનુદાન
- કોલ્ડ સ્ટોરેજ સહિત સ્ટોરેજ પર 50 ટકા ગ્રાન્ટ