ગુજરાત

gujarat

ETV Bharat / business

સુપ્રીમ કોર્ટે લોન મોરાટોરિયમની સમય મર્યાદા 28 સપ્ટેમ્બર સુધી વધારી

સુપ્રીમ કોર્ટે લોન મોરાટોરિયમની અવધિ 28 સપ્ટેમ્બર સુધી લંબાવી છે તેમજ કેન્દ્રને બે અઠવાડિયામાં નક્કર નિર્ણય લેવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ

By

Published : Sep 10, 2020, 4:46 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લોન મોરાટોરિયમ કેસ અંગે નક્કર નિર્ણય લેવા 2 અઠવાડિયાનો સમય આપ્યો છે. ગુરુવારે ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની ખંડપીઠે કહ્યું કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈને મોરાટોરિયમ અંગે નિર્ણય લેવાની આ છેલ્લી તક આપવામાં આવી રહી છે.

કોર્ટે લોનની મુદત 28 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બેન્કોએ આ સમયગાળા સુધી કોઈપણ લોનના હપ્તાની ચુકવણી નહીં થાય ત્યાં સુધી નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) જાહેર ન કરે. આ અંગે આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરના રોજ થશે.

આ કેસમાં, નિષ્ણાત સમિતિએ સેક્ટર મુજબની યોજના તૈયાર કરવી જોઈએ. સ્થાવર મિલકત વિકાસકર્તાઓ વતી એડવોકેટ એ સુંદરમની દલીલ હતી કે મોરાટોરિયમમાં ગ્રાહકો પાસેથી વ્યાજ વસૂલવું ખોટું છે. આ આવતા વર્ષોમાં બિન-પરફોર્મિંગ એસેટ્સમાં (એનપીએ) વધારો કરી શકે છે.

કોરોના સંક્રમણના આર્થિક પ્રભાવને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ માર્ચ મહિનામાં ત્રણ મહિના માટે મોરાટોરિયમ સુવિધા પૂરી પાડી હતી. આ સુવિધા 1 માર્ચથી 31 મે સુધી ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી હતી. પાછળથી આરબીઆઈ દ્વારા તેને 31 ઓગસ્ટ સુધી ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો. એટલે કે, કુલ 6 મહિનાની મુદત સુવિધા આપવામાં આવી છે. 31 ઓગસ્ટએ આ સુવિધા સમાપ્ત થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details