માર્ગ અને પરિવહન પ્રધાન ગડકરીના જણાવ્યાં અનુસાર કેન્દ્રીય નાણા મંત્રાલય, અનેક રાજ્ય સરકારોના સંપર્કમાં છે અને GST કાઉન્સિલ દ્વારા દરમાં ઘટાડો કરી શકાય છે.
ઑટો સેક્ટરમાં GST દર ઘટાડવા અંગે રાજ્યોના સંપર્કમાં છે નાણા મંત્રાલય: ગડકરી - GST કાઉન્સિલ
નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે કહ્યું કે, ઑટોમોબાઈલ ક્ષેત્રમાં GST દર ઘટાડવો કે નહીં તે અંગે કેન્દ્ર સરાકાર, રાજ્ય સરકારના સંપર્કમાં છે. જો કે GST દર ઘટાડવાનો અંતિમ નિર્ણય, ફક્ત GST કાઉન્સિલ જ લઈ શકે છે.
![ઑટો સેક્ટરમાં GST દર ઘટાડવા અંગે રાજ્યોના સંપર્કમાં છે નાણા મંત્રાલય: ગડકરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4414124-thumbnail-3x2-hjk.jpg)
nitin
નીતિન ગડકરીએ હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાના એક્ટિવાના BS 6ના લોકાર્પણ સમારોહમાં કહ્યું હતુ કે, "મને વિશ્વાસ છે કે નાણા મંત્રાલય રાજ્ય સરકારો સાથે ચર્ચામાં છે અને જો શક્ય બનશે તો તેઓ GST દર ઘટાડવા અંગે નિર્ણય કરશે."
મંદીમાં ચાલી રહેલું ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રએ GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની માગ કરી છે.
Last Updated : Sep 13, 2019, 7:57 AM IST