- 15મા નાણા પંચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રિપોર્ટ સોંપ્યો
- નાણ પંચના અધ્યક્ષ એન. કે. સિંઘ સહિતના સભ્યોએ બનાવ્યો રિપોર્ટ
- રાષ્ટ્રપતિને સોંપાયેલા રિપોર્ટને સંસદમાં રજૂ કરાયા બાદ જાહેર કરાશે
- કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના મુદ્દાઓ પર ભલામણ આપવા કહેવાયું હતું
નવી દિલ્હીઃ દેશના પંદરમા નાણા પંચને સોમવારે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોપ્યો છે. એન. કે. સિંઘની અધ્યક્ષતાવાળા આ પંચે 2021-22થી લઈને 2025-26 પાંચ વર્ષના સમયગાળાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટને 'કોવિડ કાલ મેં વિત્ત આયોગ' નામ આપવામાં આવ્યું છે. પંચના ચેરમેન એન. કે. સિંઘે અન્ય સભ્યોની સાથે આ રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો છે. પંચના અન્ય સભ્યોમાં અજય નારાયણ ઝા, અનૂપ સિંહ, અશોક લાહિડી અને રમેશ ચંદનો સમાવેશ થાય છે. નાણા પંચે ગયા વર્ષે 2020-21નો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. કેન્દ્ર સરકારે આ રિપોર્ટને સ્વીકારી 30 જાન્યુઆરી 2020ના દિવસે સંસદમાં રજૂ કર્યો હતો.
વીજળી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા સહિતની ભલામણો માટે કહેવાયું
એક સરકારી પ્રકાશનમાં કહેવામાં આવ્યું કે, ચેરમેન એન. કે. સિંહના નેતૃત્વમાં 15મા નાણા પંચે આજે 2021-22થી 2025-26ના સમયગાળાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો છે. પંચની સેવા શરતો અનુસાર, પંચને 2021-22થી લઈને 2025-26ના પાંચ વર્ષના સમયગાળા માટે ભલામણો સોંપવા માટે કહેવામાં આવ્યું હતું. પંચની વિભિન્ન મુદ્દાઓ પર પોતાની ભલામણ આપવા માટે કહેવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિભાજન, સ્થાનિક સરકારોને આપવામાં આવતું અનુદાન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રાન્ટ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ભલામણો આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યો માટે વીજળી, પ્રત્યક્ષ લાભ સ્થાનાંતરણ અપનાવવા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં પ્રોત્સાહન આધારિત ભલામણો આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું.