ગુજરાત

gujarat

ETV Bharat / business

સરકારનો ટેક્સ સંગ્રહ તેના લક્ષ્યાંકથી પાછળ, એપ્રિલ-સપ્ટેમ્બરમાં 4.7 ટકાની વૃદ્ધિ - એડવાન્સ ટેક્સ કલેક્શન 7.3 ટકાની વૃદ્ધિ સાથે 2.20 લાખ કરોડ

મુંબઇ: સરકારનો ટેક્સ સંગ્રહ તેના નિર્ધારિત લક્ષ્યાંકથી ઘણો પાછળ છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી 17 સપ્ટેમ્બરના ગાળામાં સરકારનો ડાયરેક્ટ ટેક્સ સંગ્રહ 4.7 ટકા વધીને 5.50 લાખ કરોડ રુપિયા થયો છે, જે પહેલાના નાણાકીય વર્ષના આ જ સમયમાં 5.25 લાખ કરોડ રુપિયા હતો.

hgm

By

Published : Sep 19, 2019, 10:42 AM IST

જોકે, સરકારે સમગ્ર નાણાકીય વર્ષ માટે ટેક્સ સંગ્રહમાં 17.5 ટકાની વૃદ્ધિનું લક્ષ્યયાંક રાખ્યું છે. ટેક્સ વસૂલાત અપેક્ષા કરતા ઓછું હોવાનું કારણ માંગમાં ઘટાડો અને એકંદર વૃદ્ધિમાં ઘટાડો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં, કુલ જીડીપી ગ્રોથ પાંચ ટકા પર આવી ગયો છે, જે તેના છ વર્ષના નીચા સ્તરે છે.

ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર 5.50 લાખ કરોડના કર સંગ્રહમાંથી એડવાન્સ ટેક્સ કલેક્શન 7.3 ટકાની વૃદ્ધિ સાથે 2.20 લાખ કરોડ રુપિયા રહ્યું , જે પાછલા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 2.05 લાખ કરોડ હતું. નોંધનીય છે કે, બજેટમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.5 ટકા અને ઇનડાયરેક્ટ ટેક્સ માટે 15 ટકાનો વૃદ્ધિનો લક્ષ્યાંક રાખ્યો હતો.

આ સમયગાળા દરમિયાન, સરકારની રાજકોષીય ખાધ તેના સંપૂર્ણ વર્ષના બજેટના અંદાજના 77 ટકાને પાર થઇ ગઈ છે. જુલાઈમાં, તે 5,47,605 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે આખા વર્ષ માટે બજેટમાં 7,03,760 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details