ગુજરાત

gujarat

ETV Bharat / business

GST કાઉન્સિલની 42મી બેઠક, વિરોધી રાજ્યો લોન વિકલ્પનો કરી શકે છે વિરોધ - ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ

GST કાઉન્સિલની આજે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં હંગામો થવાની શક્યતા છે. વિરોધી પક્ષો દ્વારા શાસિત રાજ્યો કેન્દ્રના લોન વિકલ્પનો વિરોધ કરી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો ...

જીએસટી
જીએસટી

By

Published : Oct 5, 2020, 7:12 AM IST

Updated : Oct 5, 2020, 7:21 AM IST

નવી દિલ્હી: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બેઠકમાં આજે હંગામો થવાની શક્યતા છે, કારણ કે બિન-ભાજપ શાસિત રાજ્યો વળતરના મુદ્દે કેન્દ્ર સાથે અસંમત છે.

જીએસટી વળતરના મુદ્દે ભાજપ શાસિત રાજ્યો સહિત કુલ 21 રાજ્યોએ કેન્દ્ર સરકારને ટેકો આપ્યો છે. આ રાજ્યો પાસે ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીની આવકમાં ઘટાડાની ભરપાઇ કરવા માટે 97,૦૦૦ કરોડ ઉધાર લેવાનો વિકલ્પ પસંદ કરવા માટે સપ્ટેમ્બરના મધ્ય સુધીનો સમય હતો. જો કે, પશ્ચિમ બંગાળ, પંજાબ અને કેરળ જેવા વિરોધી પક્ષો દ્વારા શાસિત રાજ્યોએ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા દેવું વધારવા માટે આપેલો વિકલ્પ પસંદ કર્યો નથી.

જીએસટી કાઉન્સિલની આજે યોજાનારી 42મી બેઠકમાં વિરોધી પક્ષો દ્વારા શાસિત રાજ્યો કેન્દ્રના વિકલ્પનો વિરોધ કરી શકે છે. આ રાજ્ય જીએસટી વળતર માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી શકે છે. આ રાજ્યો માને છે કે રાજ્યોની આવકના ઘટાડાની ભરપાઈ કરવી કેન્દ્ર સરકારની બંધારણીય જવાબદારી છે.

નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીથી રાજ્યોને થતી આવકમાં રૂપિયા 2.35 લાખ કરોડનો ઘટાડો થઈ શકે છે. કેન્દ્ર સરકારની ગણતરી મુજબ, જીએસટીનો અમલ ફક્ત 97 હજાર કરોડ રૂપિયાના ઘટાડા માટે જવાબદાર છે, જ્યારે બાકીના 1.38 લાખ કરોડ રૂપિયા કોવિડ -19 ને કારણે છે.

કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં રાજ્યોને બે વિકલ્પ આપ્યા હતા. આ અંતર્ગત રાજ્યો કાં તો 97 હજાર કરોડ રૂપિયાની લોન લઈ શકે છે અથવા રિઝર્વ બેન્ક દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ સુવિધા સાથે બજારમાંથી 2.35 લાખ કરોડ રૂપિયા ઉધાર લઈ શકે છે.

બિન-ભાજપ શાસિત રાજ્યો જીએસટીની આવકમાં ઘટાડાને લઈને કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ, કેરળ, દિલ્હી, તેલંગાણા, છત્તીસગઢ અને તામિલનાડુ - જેવા છ રાજ્યોના મુખ્યપ્રધાનોએ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા વિકલ્પનો વિરોધ કરતા પત્રો લખ્યા છે. આ રાજ્યો ઇચ્છે છે કે જીએસટીની આવકમાં ઘટાડાની ભરપાઇ માટે કેન્દ્ર સરકાર લોન લે, જ્યારે કેન્દ્ર સરકારની દલીલ છે કે તે તેના ખાતામાં ન હોય તેવા ટેક્સના બદલામાં લોન લઈ શકે નહીં.

Last Updated : Oct 5, 2020, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details