- છેલ્લા એક સપ્તાહમાં રોજ પેટ્રોલ-ડીઝલનાં ભાવો વધી રહ્યા છે
- દિલ્હી સહિતનાં મહાનગરોમાં પેટ્રોલ 90 રૂપિયે લિટર નોંધાયું
- આગામી દિવસોમાં કિંમતો હજુ પણ વધે તેવી શક્યતાઓ
સતત આઠમાં દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઉછાળો, મુંબઈમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર - ગુજરાત સમાચાર
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ડીઝલના ભાવમાં લિટર દીઠ 35 પૈસા અને પેટ્રોલમાં 30 પૈસા વધુ પ્રતિ લિટર વધારો કર્યો છે. આ વધારા સાથે હવે પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 89.29 રૂપિયા અને ડીઝલની કિંમત 79.70 રૂપિયા પર પહોંચી છે.
નવી દિલ્હી: વૈશ્વિક બજારોમાં તેજી આવતા ક્રૂડનાં ભાવમાં મોટો વધારો જોવા મળતા મંગળવારે સતત આઠમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ડીઝલના ભાવમાં લિટર દીઠ 35 પૈસા અને પેટ્રોલમાં દિલ્હીમાં 30 પૈસા વધુ પ્રતિ લિટર વધારો કર્યો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 89.29 રૂપિયા અને ડીઝલનો ભાવ 19.90 રૂપિયા પર પહોંચી છે. છેલ્લા એક સપ્તાહમાં પેટ્રોલની કિંમત 2.36 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2.91 રૂપિયાનો વધારો નોંધાયો છે.
પ્રથમ વખત મુંબઈમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને આંબી ગઈ
દેશભરમાં પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 26 થી 32 પૈસા અને ડીઝલના ભાવમાં 30થી 35 પૈસા સુધીનો વધારો થયો છે. મુંબઈમાં, પેટ્રોલનો ભાવ 4.75 રૂપિયા વધીને 100 રૂપિયાની સપાટી વટાવી ચૂક્યો છે. જે દેશમાં પ્રથમ વખત ત્રણ આંકડાને સ્પર્શ્યો છે. અન્ય મેટ્રો સિટીમાં પેટ્રોલની કિંમત સરેરાશ 90 રૂપિયાની આસપાસ છે. જ્યારે ડીઝલની કિંમત સરેરાશ 80 રૂપિયાની આસપાસ નોંધાયો છે.