ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતીય સ્ટેટ બેન્કે MCLRમાં 0.05 ટકા કર્યો ઘટાડો - ભારતીય સ્ટેટ બેન્ક ન્યૂઝ

ભારતીય સ્ટેટ બેન્કે MCLR(The marginal cost of funds based lending rate )માં 0.05 ટકા કર્યો ઘટાડો કર્યો હોવાનું જાહેર કર્યુ છે. આ નિર્ણય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિની સમીક્ષા બાદ લેવાયો છે.

SBI cuts MCLR
SBI cuts MCLR

By

Published : Feb 7, 2020, 2:16 PM IST

મુંબઈઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ સીમાંત કોષ પર આધારીત વ્યાજ દર ( MCLR) 0.05 ટકા કરાયો છે. શુક્રવારે આ નિર્ણયને જાહેર કરાયો હતો. બેન્ક આ અંગે જણાવ્યું હતું કે, નવા દર 10 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. ચાલુ નાણાકીય વર્ષ બેન્ક દ્વારા MCLRમાં આ નવમી વાર ઘટાડો કરાયો છે.

બેન્કે આ અંગે જણાવતા કહ્યું હતું કે, " ઘટાડા બાદ એક વર્ષની પાકતી મુદત સાથેની લોનનું MCLR 7.85 ટકા પર આવી ગયું છે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામો જાહેર થયાના એક દિવસ પછી જ બેંકે MCLRમાં આ કાપ મૂક્યો હતો.

રિઝર્વ બેન્કની બેઠક બાદ ગુરુવારે રેપો રેટ 5.15 ટકા યથાવત રખાયો હતો. જો કે, કેન્દ્રીય બેન્કે એક લાખ કરોડ રૂપિયાની દીર્ઘકાલીન રેપોની જાહેરાત કરી હતી. જેનાથી વાણિજ્યિક બેન્કો માટે નાણાકીય વ્યવહાર કરવામાં સરળતા રહેશે.

SBIએ આ અંગે કહ્યું હતું કે, બેન્કિંગ સિસ્ટમમાં વધુ પડતી પ્રવાહિતાને ધ્યાનમાં રાખીને, તેણે બે કરોડ રૂપિયાથી ઓછીની છૂટક થાપણો અને બે કરોડ રૂપિયાથી વધુની જથ્થાબંધ થાપણોના વ્યાજ દરમાં પણ સુધારો કર્યો છે.

આમ, છૂટક થાપણો માટે, વ્યાજ દર 0.1થી 0.5 ટકા અને જથ્થાબંધ થાપણોમાં 0.25 ટકાથી ઘટાડીને 0.50 ટકા કરાયો છે. નવા દરો 10 ફેબ્રુઆરીથી લાગું થશે.

ABOUT THE AUTHOR

...view details