નવી દિલ્હી: કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન નિર્મલા સીતારમણને રિટેલ વેપારીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા રાહત પેકેજની જાહેરાત કરવાની માંગ કરી છે.
લોકડાઉનથી રિટેલ ક્ષેત્રને 5.5 લાખ કરોડનું નુકસાન, વેપારી માટે રાહત પેકેજની માંગ - Retail sector loss reaches Rs 5.50 lakh cr in lockdown: CAIT
કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન નિર્મલા સીતારમણને રિટેલ વેપારીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા રાહત પેકેજની જાહેરાત કરવાની માંગ કરી છે.
લોકડાઉન : રિટેલ ક્ષેત્રને 5.5 લાખ કરોડનું નુકસાન
CAITએ જણાવ્યું હતું કે, આગામી કેટલાક મહિનાઓમાં આશરે 20 ટકા રિટેલ દુકાનદારોએ પોતાનો ધંધો બંધ કરવાનો સમય આવશે. ઉલ્લેખનીય છે કે, CAITએ દેશના છૂટક વેપારીઓનું એક સંગઠન છે. જેમાં આશરે 40,000 વેપારી સંસ્થાઓ અને 7 કરોડ નાના દુકાનદારો છે.
CAITએ કહ્યું કે, 'આશંકા છે કે 7 કરોડ વેપારીઓમાંથી 1.5 કરોડ વેપારીઓનો ધંધો આગામી મહિનામાં કાયમી ધોરણે બંધ થઈ જશે અને બીજા 75 લાખ વેપારીઓનો ધંધો બંધ થઈ જશે. જે આ 1.5 કરોડ વેપારીઓ પર નિર્ભર છે.