ગુજરાત

gujarat

ETV Bharat / business

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો 7.35 ટકા, રિઝર્વ બેન્કના સ્તરને પાર

નવી દિલ્હી: શાકભાજીના ભાવમાં વધારાને લીધે રિટેલ ફુગાવો વધીને ડિસેમ્બર 2019માં 7.35 ટકાની સપાટીએ પહોંચી ગયો છે. આ પાંચ વર્ષમાં સૌથી ઉંચુ સ્તર છે અને RBIની દ્રષ્ટિએ સામાન્ય સ્તરને પાર કરી ગયું છે. આ અગાઉ, તે જુલાઈ 2014 માં 7.39 ટકાથી નીચે હતો.

retails
reatail

By

Published : Jan 14, 2020, 10:44 AM IST

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO) એ જાહેર કરેલા આંકડા મુજબ શાકભાજીના ભાવ ગત વર્ષ કરતા સરેરાશ 60.5 ટકા વધ્યા છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) પર આધારિત રિટેલ ફુગાવો ડિસેમ્બર 2018 માં 2.11 ટકા અને નવેમ્બર 2019 માં 5.54 ટકા હતો.

NSOના ડેટા પ્રમાણે ડિસેમ્બરમાં ખાદ્ય ફુગાવાનો દર વધીને 14.12 ટકા પર પહોંચી ગયો છે. ડિસેમ્બર 2018માં તે 2.65 ટકા નીચે હતો. નવેમ્બર 2019માં તે 10.01 ટકા હતો.

રિટેલ ફુગાવો

કઠોળ અને સંબંધિત ઉત્પાદનોમાં ફુગાવો ડિસેમ્બરમાં 15.44 ટકા હતો, જ્યારે માંસ અને માછલીની ફુગાવો આશરે 10 ટકા પર રહ્યો. કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્કને ફુગાવો ચાર ટકાની મર્યાદામાં રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે.

જે હવે સેન્ટ્રલ બેન્કના લક્ષ્યાંકને વટાવી ગયું છે. રિઝર્વ બેન્કની આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠક 6 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ડિસેમ્બરની બેઠકમાં કેન્દ્રીય બેન્કે ફુગાવાના ચિંતા દર્શાવીને પૂર્વીય સ્તરે નીતિ દર રાખ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details