મુંબઇ: બીજી મોટી સરકારી બેન્ક, પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) એ સોમવારે લોન પર રેપો રેટ સાથે સંકળાયેલા વ્યાજદરમાં 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે આ વ્યાજ દર 7.05 ટકાથી ઘટાડીને 6.65 ટકા થઇ જશે.
બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ સિવાય તમામ લોન માટેના સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (MCLR)માં 0.15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.