ઇન્ફ્રાસ્ટ્રકચર એજન્ડાનું નાણાંકીય અને સામાજિક ક્ષેત્રોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. નાણાંની ફાળવણીના ક્ષેત્રો આ મુજબ છે. ઉર્જા અને ઇંધણ ક્ષેત્રે 24 ટકા, રસ્તા 19 ટકા, શહેરી વિકાસ 16 ટકા અને રેલવે 13 ટકા છે. આ ઉપરાંત સરકારના જણાવ્યા અનુસાર, અન્ય ક્ષેત્રોમાં ગ્રામીણ વિકાસ 8 ટકા, સ્વાસ્થ, શિક્ષણ, પીવાના પાણી અને અન્ય સામાજીક ક્ષેત્રોમાં ત્રણ ટકાની ફાળવણી કરવામાં આવી છે.
આ અનુમાનોમાં કોઇ અતિશયોક્તિ કરવામાં આવી નથી, કારણે કે જો દરેક ક્ષેત્રે ક્ષતિ વિના આ યોજનાને અમલમાં મુકવામાં આવે તો રોજગારની તકો અને જીવનધોરણમાં સુધારો કરી શકે છે. જોકે આ સંદર્ભે જે તે સરકારો દ્વારા મૂળ રકમના ખર્ચની માત્રા પર સંદેહ કરવામાં આવી રહ્યો છે. ફાઇનાન્સ પ્રધાને ઘણું જ સુંદર ચિત્ર રજૂ કર્યુ છે કે, જો આ બોજ કેન્દ્ર અને રાજ્યો 39 ટકા અને 22 ટકા ખાનગી ક્ષેત્ર દ્રારા વેંહચવામાં આવે તો અનુમાનિત લક્ષ્યો હાંસલ કરી શકાય છે. અનુમાન પ્રમાણે રાજ્યોને 40 લાખ કરોડનો બોજો ઉઠાવવો પડશે, તેમાં કોઇ શંકા નથી. જે રાજ્યો નાણાકીય કમીનો સામનો કરી રહ્યા છે. તેમના માટે આ રકમ અસહ્ય હશે. ચિંતાનો વિષય એ છે કે આઠ ઔધોગિક ક્ષેત્રો જે અર્થતંત્રના વિકાસ માટે મહત્વના છે, તેમણે છેલ્લા ચાર માસથી ઘટતા પરિણામો બતાવ્યા છે . કોલસા, કાચુ તેલ, કુદરતી ગેસ, સ્ટીલ અને ઉર્જા જેવા ક્ષેત્રો મંદીના કારણે વિપરીત અસરો જોવા મળી રહી છે. સિમેન્ટ ક્ષેત્રે પણ વિકાસનો દર અડધો જોવા મળ્યો છે. એક હકારાત્મક અનુમાન પ્રમાણે જો ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા જેવી કે રસ્તા, શીપયાર્ડ, ઉર્જા અને સિંચાઇ ક્ષેત્રોમાં જો બાંધકામ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો સિમેન્ટ અને સ્ટીલ ક્ષેત્રોમાં જરૂરથી મોટો ધંધો કરી શકે છે.
જો કે નિષ્ણાંતો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને ઔપચારીક નિવેદનોમાં કોઇ જ સમાનતા નથી. એ વાતની પણ અવગણના કરી શકાય તેમ નથી કે હાલ જે રકમ ખર્ચ કરવામાં આવી રહી છે તે પાંચ વર્ષમાં 40 લાખ કરોડ ખર્ચ કરવાની જે યોજના કેન્દ્ર સરકારે બનાવી છે, તેના કરતા વધુ છે. 12મી પાંચ વર્ષીય યોજનામાં ઇન્ફ્રાસ્ટ્રચર સુવિધાઓ માટે 52 લાખ કરોડ ખર્ચ કરવાનુ અનુમાન લગાવામાં આવ્યું હતું. જેમાં 47 ટકા નાણાં પ્બલિક પ્રાઇવેટ ભાગીદારીથી ભેગા કરવાની વાત દિપક પારેખ કમીટીએ સાત વર્ષ અગાઉ જે રિપોર્ટ આપ્યો હતો તેમાં કરવામાં હતી તેનો સમાવેશ થાય છે .