મુંબઈ: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ રવિવારે સ્પષ્ટતા કરી હતી કે, તે પોતાના YONO પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ઈમરજન્સી લોન આપી રહી નથી. કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે કે, SBI 45 મિનિટમાં 5 લાખ રૂપિયા સુધીની ઈમરજન્સી લોન આપી રહી છે. આ અહેવાલો મુજબ ઈમરજન્સી લોન 10.5 ટકાના વ્યાજ દરે આપવામાં આવશે. અને છ મહિનાના સમયગાળા પછી ઈએમઆઈ(હપતા) શરૂ થશે.
SBI બેન્કે કહ્યું, YONO દ્વારા SBIની ઈમરજન્સી લોન યોજના અંગે વ્યાપક સમાચારો છે. અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે, SBI આવી કોઈ લોન આપતી નથી. અમે અમારા ગ્રાહકોને અફવામાં ન માનવા માટે વિનંતી કરીએ છીએ.