ગુજરાત

gujarat

ETV Bharat / business

શૂન્ય ટેક્સ વાળા રજિસ્ટર્ડ એકમો પર જીએસટી રિટર્નમાં વિલંબ થવા પર કોઈ ચાર્જ લાગશે નહીં: નાણાંપ્રધાન - ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ

નાણાંપ્રધાન નિર્મલા સીતારમન શુક્રવારે કહ્યું હતું કે જુલાઈ 2017 થી જાન્યુઆરી 2020 દરમિયાન શૂન્ય ટેક્સ વાળા રજિસ્ટર્ડ એકમોને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના રિટર્ન મોડું ભરવામાં કોઇ વધારાનો ચાર્જ લાવામાં આવશે નહીં.

વુ
િરપ

By

Published : Jun 12, 2020, 6:36 PM IST

નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે કહ્યું કે જુલાઈ 2017 થી જાન્યુઆરી 2020 દરમિયાન શૂન્ય ટેક્સ વાળા રજિસ્ટર્ડ એકમોને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના રિટર્ન મોડું ભરવામાં કોઇ વધારાનો ચાર્જ લાવામાં આવશે નહીં.

જીએસટી કાઉન્સિલની બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતાં સીતારામને કહ્યું કે અન્ય એકમો માટે જુલાઈ 2017 થી જાન્યુઆરી 2020 સુધીના ગાળા માટે માસિક વેચાણ રિટર્ન ભરવામાં મોડુ થતા તેના પર લાગનારા શુલ્કને ઘટાડીને મહત્તમ 500 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલમાં કોરોના વાઇરસ રોગચાળાની અસર અંગે ચર્ચા કરવામાં આવી છે. આ સિવાય કેટલાક ઉદ્યોગો પર 'ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર' માંથી જીએસટી કલેક્શન પર પડેલી અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

જીએસટી કાઉન્સિલે કાપડ ઉદ્યોગમાં 'ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર' વિશે પણ વાત કરી હતી. જીએસટી કાઉન્સિલ પરોક્ષ કર શાસન અંગે નિર્ણય લેવા માટે એક સર્વોચ્ચ સંસ્થા છે.

ABOUT THE AUTHOR

...view details