નવી દિલ્હીઃ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશો અનુસાર ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) 20 એપ્રિલથી રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ટેક્સની વસુલાત શરુ કરશે. સરકારે આ આદેશોનો પરિવહન ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોએ વિરોધ કર્યો છે. સરકારે કોરોના વાઇરસને ધ્યાને રાખીને લાગુ કરેલા રાષ્ટ્ર વ્યાપી લૉકડાઉન દરમિયાન 25 માર્ચથી ટોલ ટેક્સની વસુલાત અસ્થાઇ રીતે રોકી હતી જેથી આવશ્યક વસ્તુઓને લાવવામાં સરળતા રહે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે NHAIને લખેલા પત્રમાં કહ્યું કે, 'કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ ટ્રકો અને અન્ય માલવાહક વાહનોને રાજ્યની અંદર અને રાજ્યોમાં ફરવા માટે જે છૂટ આપવામાં આવી હતી, તેના સંબંધમાં NHAIને ગૃહ મંત્રાલયના આદેશનું પાલન સુનિશ્ચિત કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ અને ટોલ ટેક્સની વસુલાત 20 એપ્રિલ, 2020થી કરવી જોઇએ.'