ગુજરાત

gujarat

ETV Bharat / business

RBIના દરમાં કોઈ ફેરફાર નહીં, રેપોરેટ 4 ટકા પર યથાવત - ગવર્નર શક્તિકાંત દાસ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના ગવર્નર શક્તિકાંત દાસે આજે બપોરે 12 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અહીં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનાં નિવેદનો અને નાણાંકીય નીતિ સમિતિ (એમપીસી)ના નિર્ણયોની હાઇલાઇટ્સ જાણો.

rbi
rbi

By

Published : Aug 6, 2020, 1:36 PM IST

મુંબઈ: કોવિડ-19 કટોકટીની વચ્ચે ઝડપથી બદલાતા મેક્રો ઇકોનોમિક વાતાવરણ અને નબળા વિકાસના દૃશ્ય સાથે એમપીસીની બેઠક પહેલા 2 વાર બે વાર થઈ ગઇ છે. પ્રથમ બેઠક માર્ચમાં અને પછી બીજી બેઠક મે 2020માં મળી હતી.

એમપીસીએ બંને બેઠકો મળીને પોલિસી વ્યાજ દરમાં 1.15 પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. આર્થિક વિકાસને વેગ આપવા માટે ફેબ્રુઆરી, 2019 પછી એકંદરે નીતિ દરમાં 2.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આરબીઆઈના નાણાંકીય નીતિની મુખ્ય વાતો

  • રિઝર્વ બેન્કે દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી
  • રેપો રેટ 4 ટકા પર યથાવત
  • દરોમાં ફેરફાર ન કરવાના પક્ષમાં તમામ એમપીસી સભ્યો
  • વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ હજી પણ નબળી છે
  • ભારતના વિદેશી વિનિમય ભંડારમાં વધારો થયો છે
  • બીજા ક્વાર્ટરમાં ઉંચા ફુગાવો ચાલુ રહેવાની ધારણા છે
  • બીજા ક્વાટરમાં ફુગાવાના દર ઘટવાની સંભાવના છે
  • નાણાંકીય વર્ષ 21માં જીડીપી વૃદ્ધિ નકારાત્મક રહેવાની ધારણા
  • આર્થિક સ્થિતિમાં સરળતા કરવામાં મદદ મળી
  • સારી ઉપજથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પુન:પ્રાપ્તિ
  • આગળ દરોમાં વધુ ફેરફાર શક્ય
  • એનબીએફસી માટે ભંડોળ ઉભું કરવું હવે સરળ થઈ શકે છે
  • કંપનીઓના બોન્ડ્સ પર જોખમનું પ્રીમિયમ ઘટ્યું
  • લોનના દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો

ABOUT THE AUTHOR

...view details