હૈદરાબાદ : નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ રોજગારની સાથે સાથે ગ્રામીણ રોજગાર તેમ જ ઇન્સોલ્વન્સી અને લિસ્ટિંગના ધારાધોરણોમાં છૂટછાટ આપી છે. પ્રધાને તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરેલા આત્મનિર્ભર ભારત કાર્યક્રમ માટે 20 લાખ કરોડના આર્થિક પેકેજ હેઠળના કાર્યક્રમો અને ઉપાયો વિશે માહિતી આપી હતી.
નાણાંપ્રધાનની પ્રોત્સાહનોની ઘોષણાના અંતિમ હપ્તા અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય શું છે? - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું કે, "માનનીય નાણાંપ્રધાનનો આ સ્વીકાર કરવા બદલ આભાર કે, અતિરિક્ત ખર્ચ ફક્ત વધારાના ઉધાર દ્વારા જ મળી શકે છે. આજે મેં મારી કોલમમાં જે કહ્યું હતું, તેની ખાત્રી કરવા બદલ આભાર."
પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું કે, " માનનીય નાણાંપ્રધાનનો આ સ્વીકાર કરવા બદલ આભાર કે, અતિરિક્ત ખર્ચ ફક્ત વધારાના ઉધાર દ્વારા જ મળી શકે છે. આજે મેં મારી કોલમમાં જે કહ્યું હતું, તેની પુષ્ટિ કરવા બદલ આભાર." તેમણે કહ્યું કે, અમે તમારા પીએમજીકેવાય અને 5-હપ્તા પેકેજમાં શામેલ વધારાના ખર્ચની રકમ પર સહમત નથી. જ્યારે તમે વધારે ઉધાર લેશો ત્યારે અમેને તેનો જવાબ મળી જશે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, પંચાયજી રાજ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીનો આભાર માન્યો હતો. મનરેગા ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત છે, અને વર્તમાન નાણાંકીય વર્ષ 2020-21 માટે મનરેગાનું મંજૂર બજેટ લગભગ રૂ. 61,500 કરોડ છે. તે અંતર્ગત રૂ. 40000 કરોડની વધારાની રકમ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.