હૈદરાબાદ: ભારતને 1947 માં આઝાદી મળી ત્યારે એક રૂપિયા બરાબર એક ડોલર હતું. ત્યારબાદથી ભારતીય રૂપિયો સતત નીચેની તરફ ખસી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં ડોલરની સરખામણીએ ચલણમાં 70 ટકાનો ઘટાડો થયો છે.
જો આપણે છેલ્લા છ મહિનાનું જોઈએ તો પણ કોરોના રોગચાળાને લીધે રૂપિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન રૂપિયો 4 ટકા ઘટીને 75 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે સામાન્ય રીતે રૂપિયાના ઘટાડાના સમાચારોથી સામાન્ય માણસની આવક પર અસર થતી નથી. તે વિચારે છે કે તે ફક્ત સરકાર અથવા ભારતીય રિઝર્વ બેન્ક અથવા મોટા કોર્પોરેટ ગૃહો માટે ચિંતાનો વિષય છે.
પરંતુ આ એક સૌથી મોટો વહેમ છે. રૂપિયામાં ઘટાડાની સીધી અસર તમારી આર્થિક બાબતો પર પડે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. ચાલો જોઈએ કે તે તમારા ખર્ચા પર કેવી રીતે અસર કરી શકે છે.
વિદેશમાં શિક્ષણ
મોટા ભાગના ભારતીય માતાપિતા માટે સારી વિદેશી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવવી એ મોટી બાબત છે. આ સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે, તેઓ બાળકોના શિક્ષણ માટે તેમના મોટાભાગના નાણાં એકત્રિત કરે છે.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રુપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેણે આવી ઘણી યોજનાઓને ઝટકો આપ્યો છે.
જો કોઈ એવું માને છે કે વિદેશની યુનિવર્સિટીઓએ તેમની ફીમાં વધારો કર્યો નથી, તો ભારતીયોએ આ ખર્ચની યોજના કરતી વખતે 5 અથવા 10 વર્ષ પહેલાંની તુલનાએ વધારે ચૂકવણી કરવી પડશે.
ફી ઉપરાંત માતા-પિતા ઘરનું ભાડુ, જમવાનું અને અન્ય વસ્તુઓ પર વધુ ખર્ચ કરે છે જે વિદેશમાં રહેતા હોય ત્યારે વિદ્યાર્થીએ ચૂકવવા પડે છે.
વિદેશ યાત્રા
કોરોનો વાઇરસના ફેલાવાને રોકવા માટે દેશો તેની સરહદો બંધ કરતાં વિશ્વવ્યાપી મુસાફરી ઉદ્યોગ અટક્યો છે.
જો કે, એકવાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ થઈ જાય, ત્યારે ઘણી માંગ ઉભી થાય તેવી સંભાવના છે, કારણ કે લોકો વિદેશી દેશ પ્રવાસની યોજનાથી દૂર રહી શકશે નહીં.