નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થા પર નજર રાખનારા એક થિંક ટેન્ક CMIEE (સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 24 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતની બેરોજગારીનો દર વધીને 24.3 ટકા થયો છે, જે અગાઉના સપ્તાહે નોંધાયેલા આંકડા કરતા થોડો વધારે હતો (24 ટકા) છે. છેલ્લા 8 અઠવાડિયામાં નોંધાયેલા 24.2 ટકાના સરેરાશ બેરોજગારી દર કરતાં તાજેતરના આંકડા વધારે છે.
છેલ્લા આંકડા દર્શાવે છે કે 24 મે પર પૂર્ણ થતા અઠવાડિયામાં ગ્રામીણ ભારતમાં 23.7 ટકાની સરખામણીએ શહેરી ભારતમાં બેરોજગારીનો દર 26.3 ટકા રહ્યો. સીએમઆઈઇના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મહેશ વ્યાસના જણાવ્યા અનુસાર, "લોકડાઉન દરમિયાન બેકારીનો દર આશરે 24 ટકાની આસપાસ સ્થિર રહ્યો છે.