ગુજરાત

gujarat

ETV Bharat / business

GDPમાં 2020-21માં આવી શકે છે 6.4 ટકાનો ઘટાડો: રિપોર્ટ - જીડીપી ઘટી શકે છે

રેટિંગ એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, "આ પરિસ્થિતિઓને જોતાં, અમે અનુમાન કરીએ છીએ કે, 2020-21માં જીડીપી 6.4 ટકા અને GVA (ગ્રોસ વેલ્યુ એડિશન)માં 6.1 ટકાનો ઘટાડો આવી શકે છે."

GDP
GDP

By

Published : Jul 2, 2020, 8:19 PM IST

મુંબઈ: ક્રેડિટ રેટિંગ્સ એજન્સી કેર રેટીંગ્સે ગુરુવારે ચાલુ નાણાકીય વર્ષમાં દેશના જીડીપીમાં 6.4 ટકાનો ઘટાડો થવાનો અંદાજ લગાવ્યો છે.

એજન્સીએ કહ્યું છે કે, કોવિડ-19 રોગચાળાને રોકવા માટે લગાડવામાં આવેલા 'લોકડાઉન' પરના પ્રતિબંધોને હજી સુધી સંપૂર્ણપણે હળવા કરવામાં આવ્યા નથી.

અગાઉ, એજન્સીએ મે 2020-21માં જીડીપીમાં 1.5થી 1.6 ટકા ઘટાડાનું અનુમાન લગાડ્યું હતું. કેર રેટિંગ્સે કહ્યું કે, જુલાઈમાં પણ દેશમાં 'લોકડાઉન' ચાલુ રહ્યું છે.

અનેક પ્રકારની સેવાઓને શર કવાની સાથે સાથે, લોકોના આવન-જાવન પર પ્રતિબંધો છે. ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે. ઘણી સંભાવના છે તે તે ચોથા ક્વાર્ટરમાં થાય.

રેટિંગ એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, "આ સંજોગોને જોતાં, અમે અનુમાન કરીએ છીએ કે, 2020-21માં જીડીપી 6.4 ટકા અને ગ્રોસ વેલ્યુ એડિશનમાં 6.1 ટકા ઘટાડો આવી શકે છે."

રિપોર્ટ અનુસાર, લોકોના આવન-જાવન પર પ્રતિબંધનો અર્થ માલ અને સેવાઓની માંગમાં ઘટાડો છે. રોજગારમાં ઘટાડો અને પગારમાં ઘટાડો થવાને કારણે તહેવારો દરમિયાન પણ ખર્ચ કરવામાં વિપરીત અસર થવાની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details