નવી દિલ્હી: ભારત અને ડેનમાર્ક વચ્ચે વીજ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. વીજ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે પ્રારંભિક કરાર બાદ સંયુક્ત કાર્યકારી જૂથ પણ બનાવવામાં આવશે, જે એમઓયુ હેઠળ તેની વિગતોના અમલીકરણ પર કામ કરશે.
નિવેદનના અનુસાર, 5 જૂને ઉર્જા મંત્રાલય અને ડેનમાર્કના ઉર્જા, ઉપયોગી સેવાઓ અને જલવાયુ બાબતોના મંત્રાલય વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. આ કરારનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે પરસ્પર લાભના આધારે પાવર ક્ષેત્રે મજબૂત અને લાંબા ગાળાના સહયોગનો વિકાસ કરવાનો છે.