ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની, બ્રિટન-ફ્રાન્સ પાછળ - largest

અમેરિકાની સંશોધન સંસ્થા વર્ડ પોપ્યુલેશન રિવ્યુએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારત આત્મનિર્ભર બનવાની નીતિ સાથે આગળ વધતા મુક્ત બાજારવાળી અર્થવ્યવસ્થાના રૂપમાં વિકાસીત થઈ રહ્યો છે. જેથી ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બન્યો છે. ભારતે 2019માં બ્રિટન અને ફ્રાન્સને પાછાડી પાંચમો ક્રમાંક મેળવ્યો છે.

india-becomes-5th-largest-economy-overtakes-uk-france-report
ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની, બ્રિટન અને ફ્રાન્સઃ રિપોર્ટ

By

Published : Feb 18, 2020, 2:26 PM IST

નવી દિલ્હીઃ ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બન્યો છે. ભારતે 2019માં બ્રિટન અને ફ્રાન્સને પાછાડી પાંચમો ક્રમાંક મેળવ્યો છે. અમેરિકાની સંશોધન સંસ્થા વર્ડ પોપ્યુલેશન રિવ્યુએ પોતાની રિપોર્ટમાં જણાવ્યુ કે, સ્વાવલંબન બનવાની નીતિને કારણે ભારત સતત વિકાસ કરી મુક્ત બજારવાળા અર્થતંત્રના રૂપે ઉભારી રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર, ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (GDT) બાબતે ભારત 2940 અરબ ડોલર સાથે દુનિયાની પાંચમી સૌથી મોટુ અર્થતંત્ર બન્યું છે. ભારતે બ્રિટન અને ફ્રાન્સ પછાડી આ ક્રમ મેળવ્યો છે.

બ્રિટનની અર્થવ્યવસ્થાનું કદ 2830 અરબ ડોલર છે. જ્યારે ફ્રાન્સની અર્થવ્યવસ્થાનું કદ 2710 અરબ ડોલર છે. જાહેર-ખાનગી ભાગીદારી (PPP)ના આધારે ભારતની GDP 10,510 અરબ ડોલર છે. જે જાપાન અને જર્મની કરતા આગળ છે. ભારતમાં વસ્તી વધારે હોવાને કારણે માથાદીઠ GDT 2,170 ડોલર છે. જે અમેરિકામાં માથદીઠ GDP 62,794 ડોલર છે.

ઉલ્લેખનીય છે કે, વાસ્તવિક GDP વૃદ્ધિ દરમાં સતત ત્રીજીવાર ઘટાડો થવાની શક્યતા છે. આ દર 7.5 ટકાથી 5 ટકા સુધી ઘટી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભારતમાં આર્થિક ઉદારીકરણની શરૂઆત 1990ના વર્ષથી કરવામાં આવી છે. જે અંતર્ગત ઉદ્યોગો પરના નિયંત્રણો હટાવી, વિદેશ વ્યાપાર તેમજ રોકાણ સંબંધી નિયમો હળવા કરાયા હતા. આ સાથે જ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. આ નિર્ણયોને કારણે ભારતના આર્થિક વિકાસને વેગ મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details