નવી દિલ્હી: દેશની મોટી ઇકોનોમી થિંક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમીના નવા આંકડા અનુસાર, મે મહિનામાં લોકો કામ પર પાછા ફરતાં લેબર માર્કેટમાં સુધારો થયો છે. જો કે, બેરોજગારીનો દર ખૂબ ઉંચો 23.5 ટકા પર છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર, મે મહિનામાં શ્રમ ભાગીદારીનો દર 35.6 ટકાથી વધીને 38.2 ટકા અને રોજગાર દર 27.2 ટકાથી સુધરીને 29.2 ટકા થયો છે. તે જ સમયે, કામ કરતા લોકોની સંખ્યા મેમાં 2.1 કરોડ વધી છે, જે એપ્રિલની તુલનામાં 7.5 ટકા વધારે છે.
સીએમઆઈઇના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે ઘણા લોકો કે જેમણે એપ્રિલમાં કામ છોડી દીધું હતું, પરંતુ હવે તેઓ મે માં કામ પર પાછા ફર્યા છે. મે માં એવા ઘણા લોકો પાછ ફર્યા , અને સક્રિય રીતે કામ શોધી રહ્યા છે.