ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતમાં ભારે મંદી, સરકારે તાત્કાલિક પગલા ભરવાની જરૂર: IMF

સોમવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આઇએમએફના ડાયરેક્ટરોએ જણાવ્યું છે કે, તાજેતરના વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થામાં થયેલા જંગી વિસ્તરણથી લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ મળી છે. જો કે, વિવિધ કારણોસર ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 2019 ના પહેલા ભાગમાં ધીમો પડી ગયો છે.

indian significant
indian significant

By

Published : Dec 25, 2019, 3:16 PM IST

વોશિંગ્ટન: ભારતીય અર્થવ્યવસ્થા હાલમાં ભારે મંદીની સ્થિતિ છે અને સરકારે તેને પુનર્જીવિત કરવા તાત્કાલિક નીતિગત પગલાં લેવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ આ વાત જણાવી છે.

આઈએમએફ એશિયા અને પ્રશાંત વિભાગના મિશન ફોર ઈન્ડિયાના વડા, રાનીલ સાલગાડોએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, "ભારત સાથેનો મુખ્ય મુદ્દો અર્થવ્યવસ્થાની મંદીનો છે. અમે હજી પણ માનીએ છીએ કે, ભારતીય અર્થવ્યવસ્થામાં મંદી માળખાગત નથી, પરંતુ ચક્રીય છે. તેનું કારણ નાણાકીય ક્ષેત્રની કટોકટી છે. તેમાં સુધારણા ઝડપથી થશે નહીં, જેટલું આપણે વિચાર્યું હતું. આ મુખ્ય મુદ્દો છે. "

આ સમય દરમિયાન આઈએમએફે ભારત વિશેનો વાર્ષિક અહેવાલ પણ જાહેર કર્યો હતો. જેમાં ભારત નીચે તરફ ધકેલાતો હોવાનું જોઈ શકાય છે. આવી સ્થિતિમાં આઇએમએફના ડાયરેક્ટરોએ નક્કર મેક્રો ઇકોનોમિક મેનેજમેન્ટ પર ભાર મૂક્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવી સરકારની સામે મજબૂત આદેશ સાથે સુધારણા કરવાની આ એક સારી તક છે. આ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપશે.

સાલગાદોએ પત્રકારોને જણાવ્યું હતું કે, ભારત આ સમયે ગંભીર મંદીના તબક્કામાં છે. વર્તમાન સ્થાનિક નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીનો વિકાસ દર 4.5 ટકા પર આવી ગયો છે, જે તેના છ વર્ષના સૌથી નીચા સ્તરે છે.

વૃદ્ધિના ડેટા દર્શાવે છે કે, સ્થાનિક ત્રિમાસિક ગાળામાં સ્થાનિક માગમાં માત્ર એક ટકાનો વધારો થયો છે. સાલગાદોએ કહ્યું કે, આનું કારણ નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ(એનબીએફસી)ના દેવામાં ઘટાડો છે. આ સિવાય દેવાને લઈને સંજોગો ખૂબ જ મુશ્કેલ બન્યા છે. ઉપરાંત આવક ખાસ કરીને ગ્રામીણ આવક ઓછી રહી છે. જેનાથી વ્યક્તિગત વપરાશને પણ અસર થઈ છે.

ABOUT THE AUTHOR

...view details