વોશિંગ્ટન: આઇએમએફ દ્વારા બુધવારે 2020માં ભારતીય અર્થવ્યવસ્થામાં 4.5 ટકાનો ઘટાડો થવાનો અંદાજ લગાવ્યો છે, આ એક "ઐતિહાસિક ઘટાડો" છે. કોરોના વાઇરસ રોગચાળાએ તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી દીધી છે. પરંતુ એમ કહેવામાં આવે છે કે, 2021માં 6 ટકાના વિકાસ દર સાથે દેશ ફરી વિકાસમાં પાછો આવશે.
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ)એ 2020માં વૈશ્વિક વિકાસ દર 4.9 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો, જે એપ્રિલ 2020ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (ડબ્લ્યુઇઓ)ની આગાહી કરતા 1.9 ટકા પોઈન્ટ નીચે હોવાનું અનુમાન છે.
આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ, ભારતીય મૂળના અમેરિકન ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, "આપણે 2020માં -4.5 ટકાનો તીવ્ર ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યા છીએ. આ કટોકટીને જોતા લગભગ બધાજ દેશોમાં અનુમાનિત સંકોચન ઐતિહાસિક સ્તરે નીચું છે."