ગુજરાત

gujarat

ETV Bharat / business

હવે MSME લોનની સુવિધા વધુ સરળ, ગુજરાત સરકારે SBI સાથે કર્યા MoU - MoU પર હસ્તાક્ષર

ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) સાથે ગુજરાત સરકારે મંગળવારે એક MoU પર હસ્તાક્ષર કર્યા હતાં. જેમાં MSME સેક્ટરના ઉદ્યમીઓને ઝડપી અને સરળ રીતે લોન મળી શકે.

SBI decided to help MSME
ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા

By

Published : Feb 19, 2020, 9:33 AM IST

અમદાવાદઃ ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) સાથે ગુજરાત સરકારે મંગળવારે એક MoU પર હસ્તાક્ષર કર્યા હતાં. જેમાં MSME સેક્ટરના ઉદ્યમીઓને ઝડપી અને સરળ રીતે લોન મળી શકે. સરકાર દ્વારા વધું માહિતીમાં કહેવાયું હતું કે, આ MoUથી જાહેર ક્ષેત્રના ઉચ્ચ ધિરાણ આપનાર ઉદ્યમીઓને અરજી કરવાના 15 દિવસની અંદર સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા પછી ટૂંકા સમયગાળાની અંદર નવા માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો શરૂ કરવા લોન પુરી પાડવામાં આવશે.

મુખ્ય સચિવ એમ કે દસાંડ SBI અમદાવાદ સર્કલ અને જનરલ મેનેજર રમેશકુમાર અગ્રવાલ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતાં. અરજી કર્યાના 15 દિવસની અંદર, બેંક આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપશે. સ્ટાર્ટ-અપ્સ MSME પોર્ટલ પર અથવા સ્થાનિક નોડલ એજન્સીઓને ક્યાં એપ્લિકેશન સબમિટ કરી શકે છે. આ MoUના હસ્તાક્ષર સમયે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતાં. તેમણે સંબોધન કરતા કહ્યું હતું કે, MSME લોનની એપ્લીકેશન ગયા વર્ષ કરતા આ વર્ષે વધી છે અને બેંકોને લોનની રીકવરીનો અનુભવ પણ સારો રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે કે, પ્રથમ ત્રણ વર્ષથી કામગીરી શરૂ કરવા માટે MSME એકમોને હવે વિવિધ મંજૂરીઓ લેવાની જરૂર રહેશે નહીં.

સરકારે વધુમાં કહ્યું કે, પ્રથમ ત્રણ વર્ષ માટે મંજૂરી લેવાથી મુક્તિ અપાયેલા MSME એકમો, ઉદ્દેશની ઘોષણા સબમિટ કરીને રાજ્યની નોડલ એજન્સી પાસેથી સ્વીકૃતિ પ્રમાણપત્ર મેળવ્યા પછી કામગીરી શરૂ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details