નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GSTનો સંગ્રહ માર્ચમાં ઘટીને 97,597 કરોડ રુપિયા થઇ ગયું છે. ફેબ્રુઆરીમાં GST કલેક્શન 1.05 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
નાણાં મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કુલ 97,597 કરોડના GST સંગ્રહમાંથી, કેન્દ્રિય જીએસટી 19,183 કરોડ અને રાજ્યનો GST સંગ્રહ 25,601 કરોડ રૂપિયા રહ્યો છે.