ગુજરાત

gujarat

ETV Bharat / business

GST પરિષદની બેઠક, આવકની અછતને દૂર કરવા દર વધારવા થઈ શકે છે નિર્ણય - Business news

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની પરિષદની બુધવારના રોજ મુખ્ય બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં આવકની અછતને દૂર કરવા દરો વધારવાનો નિર્ણય થઈ શકે છે. મહેસૂલની આવક ઓછી થવાને કારણે રાજ્યોને વળતર ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે.

gst council
gst council

By

Published : Dec 18, 2019, 1:41 PM IST

રાજ્ય સરકારનું કહેવું છે કે, અર્થવ્યવસ્થા ધીમી થવાને કારણે ગ્રાહકોની સાથે સાથે ઉદ્યોગોને પણ કામકાજમાં દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી GST પરિષદે GSTના દરની સમીક્ષા સંદર્ભે સૂચનો માંગ્યા છે.

આવકના દરને વધારવા માટે પરિષદે અલગ અલગ ચીજ વસ્તુઓ પર સમીક્ષા કરવા અને ટેક્સના માળખાને ઠીક કરવા દરોને તર્કસંગત બનાવવા, મહેસૂલની આવક વધારવા માટે સૂચનો માંગવામાં આવ્યા છે.

રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સહિત કેટલાયે પ્રમુખ અર્થશાસ્ત્રીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે, ભારતની આર્થિક વૃદ્ધીને કારણે ફુગાવો વધી રહ્યો છે. ખાદ્ય પેદાશોના વધતા ભાવને કારણે નવેમ્બરમાં ફુગાવો ત્રણ વર્ષના ઉચ્ચ સ્તરે 5.54 ટકાએ પહોંચ્યો હતો.

જો કે રાજ્યોને મહેસૂલ વળતર ચૂકવવામાં મોડું થવાની ફરિયાદો બાદ કેન્દ્ર સરકારે સોમવારના રોજ રાજ્યોને કુલ 35,298 કરોડની રકમ રાજ્યોને જાહેર કરી દીધી છે. દેશમાં GST વ્યવસ્થા 1 જુલાઈ 2017ના રોજ લાગુ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details